કેનેડાના વર્ક વિઝાના બહાને સેંકડો લોકો સાથે લાખોની છેતરપિંડી.

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને એલપી સવાણી સ્કુલના શિક્ષક સાથે કેનેડા વર્ક વિઝાના નામે 4.39 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ અઠવા પોલીસે દાખલ કરી છે. આરોપીઓએ બીજા લોકો સાથે પણ આ રીતે હ આશરે 50 લાખથી વધારેની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

રાંદેર આનંદ મંગલ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય હર્ષિલભાઇ નિતીનભાઇ મિસ્ત્રીએ અઠવા પોલીસ સ્ટેશનમાં ધ ન્યુ ફેસ ઓફ એજ્યુકેશનના માલિક ખંતિલ અજયભાઇ શાહ રમેશભાઇ સુરેશભાઇ સોની અને ધ્વનીબેન ભાવીનભાઇ શાહ ની સામે ફરિયાદ કરી છે.

ફરિયાદ મુજબ તા. 28 ફેબ્રુઆરી 2021 થી તા. 8 ફેબ્રુઆરી 2023 સુધીમાં આરોપી ધ્વનિ શાહ, ખંતીલ અજયભાઇ શાહ તથા રમેશભાઇ સુરેશભાઇ સોનીએ એક્લી ધ ન્યુ ફેસ ઓફ એજ્યુકેશન નામે કંપની શરૂ કરી હતી. અને આ કંપની દ્વારા કેનેડાના વર્ક વિઝા બનાવી આપવાના નામે હર્ષિલભાઈ પાસેથી અલગ અલગ તારીખે ચેક દ્વારા કુલ 4.39 લાખ લઈ લીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.