બેરોજગારી અરે.. એક ખાનગી કંપનીની ચાર જગ્યા માટે લાખો ઉમેદવારો આવ્યાં. પછી તો પોલીસ બોલાવવી પડી..

સરકારી ભરતીમાં તો સેંકડો જગ્યાઓ માટે લાખો અરજી આવતી હોય છે જો કે ભરુચમાં એક ખાનગી કંપની દ્નારા ચાર જગ્યાઓ માટે ઈન્ટરવ્યુની જાહેરાત હતી. તેમાં લાખો ઉમેદવારો ઉમટી પડ્યા હતાં.

UPL – 5 કંપનીએ પ્લાન્ટ ઓપરેટર, મિકેનિકલ, યુટિલિટી ઓપરેટસઁ અને મિકેનિકલ એન્જીનિયસઁની ૫ પોસ્ટ માટે શુક્રવારે સવારે ૯ થી બપોરે ૨ કલાક સુધી ઈન્ટરવ્યુનું આયોજન હતું. ભરુચ શહેર એબીસી છોકડી નજીક આવેલી લોડઁસ રંગ ઈન હોટલમાં આયોજીત આ ઈન્ટરવ્યુમાં વહેલી સવારથી વિવિધ જીલલમાંથી ઉમેદવારો ઉમડી પડયાં હતાં.

હોટલની બહાર ઉમેદવારો ટોળા જામતાં કોરોના મહામારીમાં જાહેરનામા ભંગને લઈને સી ડિવિઝનના પોલીસે દખલગીરી કરી હતી. પોલીસે કંપની સત્તાધીશો અને હોટલ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવા માટે કાયઁવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.