મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરેના કાફલાની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં આદિત્ય ઠાકરે સુરક્ષિત છે. પરંતુ તેમના કાફલામાં સુરક્ષાકર્મીઓનો અકસ્માત થયો છે. આદિત્ય ઠાકરે કોંકણના પ્રવાસે છે.અને કહેવામાં આવી રહ્યું છે કે અચાનક બ્રેક મારવાના કારણે પાછળની કાર અને આગળની કાર અથડાઈ હતી.
આદિત્ય ઠાકરે કોંકણની ત્રણ દિવસની મુલાકાતે છે.અને તેઓ બુધવારે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના ગૃહ રાજ્ય માલવાનમાં રેલીને સંબોધિત કરશે. સોમવારે, ઠાકરેએ સિંધુદુર્ગ જિલ્લામાંથી કોંકણ જિલ્લાના તેમના ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત કરી. આ પ્રવાસથી શિવસેના તેમના ગઢ કોંકણને વધુ શક્તિશાળી બનાવવા માંગે છે. શિવસેનાના આ ગઢ પર ભાજપ અને એનસીપીની નજર છે.
ઠાકરેએ કહ્યું કે તેમનું ધ્યાન પ્રદેશના વિકાસ પર છે. તેમણે કહ્યું, ‘છેલ્લા બે મહિનામાં કોવિડ-19ના કેસમાં ઘટાડો થયો છે અને હવે અમે લોકો સાથે મળીને વિકાસનું કામ કરી શકીએ છીએ. રાજકીય ઉદ્દેશ્ય હંમેશા હોય છે, જેમાં અમે જે ભાગોમાં મુલાકાત કરીએ છીએ ત્યાં પાર્ટીને મજબૂત કરવા માંગીએ છીએ.અને આ દરમિયાન મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવામાં આવે છે અને લોકો પાસેથી પ્રતિસાદ પણ મળે છે. કોંકણ જવાનું હંમેશા સારું લાગે છે.
રાજકીય નિરીક્ષકો માને છે કે કોંકણ પ્રદેશ પર શિવસેનાનું ધ્યાન મુંબઈ, થાણે,નવી મુંબઈ, વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી, પુણે અને પિંપરી-ચિંચવડમાં નિર્ણાયક શહેરી નાગરિક ચૂંટણીઓ પહેલા તેની તાકાત મજબૂત કરવા પર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.