ગુજરાતમાં ધોરણ ૬ થી ૮ ની સ્કૂલો શરૂ કરવાના મુદ્દે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ શું કહ્યું જાણો ..

ગુજરાતની રૂપાણી સરકારે રાજ્યમાં ધોરણ ૬ થી ૮ના સ્કૂલો શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્કૂલો શરૂ મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ૧૫ મી ઓગસ્ટ પછી આ બાબતે નિર્ણય કરવામાં આવશે.

https://www.youtube.com/watch?v=_MtvKekS6PI

શિક્ષણ મંત્રીએ એ પણ જણાવ્યું હતું કે, ૦૧ ઓગસ્ટથી ૦૯ ઓગસ્ટ દરમિયાન કરેલા કામો અને ખાતમૂહૂર્ત અંગે જેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ૦૨ ઓગસ્ટના રોજ ૪૩૩ સેવા સેતુ કાર્યક્રમ થયા. ૨૧ લાખ કરતાં વધુ લોકોએ સેવાયજ્ઞમાં લાભ લીધો. હવે જોવાનું રહ્યું કે ૧૫ ઓગસ્ટ પછી ધોરણ ૦૬થી ૦૮ ના વર્ગો શરુ કરવા અંગે શું નિર્ણય આવે છે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.