પોલીસ ગ્રેડ-પે (GRADE – PAY) મુદ્દે સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA) એક અભિયાન ચાલી રહ્યું છે. તેને સરકારે (GOVERNMENT) અટકાવતા હોબાળો મચી ગયો છે. અભિયાન દિવસે ને દિવસે તે જ બનતું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે ગૃહરાજ્યમંત્રી (HOME MINISTER) હર્ષ સંઘવી (HARSH SANGHVI) પ્રતિક્રિયા આપી છે. હર્ષ સંઘવી પ્રતિક્રિયા આપતા કહ્યું કે , વાત અમારા ધ્યાને આવી છે. વરિષ્ઠ અધિકારીઓ (SENIOR OFFICER) સાથે જરૂરી પરિબળો અંગે ચર્ચા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ગઇકાલે પોલીસ દ્વારા સ્ટેટમેન્ટ (STATEMENT) મળ્યું હતું.
આ બધાની વચ્ચે મળતી માહિતી પ્રમાણે ગ્રેડ પે અંગે પોલીસ પરિવારના આંદોલનનો મામલો સામે આવ્યો છે. રાજ્ય પોલીસ વડા પત્રકાર પરિષદ યોજી શકે છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થશે.
ગૃહ વિભાગના અધિકારીઓની પાવર મિટિંગ પણ યોજાશે. મિટિંગ બાદ રાજ્ય પોલીસ વડાની પ્રેસ કોન્ફરન્સ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આપને જણાવી દઇએ કે સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો પોલીસની માંગને લઇને પોસ્ટ કરી રહ્યા છે. જેમાં તેમની માંગ છે કે , પોલીસ કોન્સ્ટેબલ , હેડ કોન્સ્ટેબલ અને ASI કક્ષાનાં પોલીસકર્મીને ફરજોનાં કલાકો નક્કી કરવામાં નથી આવતાં.
https://www.youtube.com/watch?v=rDchqYJHqr4
સોશિયલ મીડિયા સહિત જમીન પર પણ વિરોધ જોવા મળ્યો હતો. હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગાંધીનગર વિધાનસભામાં ધરણા કરવા બેઠા હતા. આ સમગ્ર મામલે હર્ષ સંઘવી આખરે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે , વાત અમારા ધ્યાને આવી છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.