minor girl raped at mangrol Surat like Vadodar : રાજ્યમાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના… સુરતના મોટા બોરસરા નજીક અવાવરુ જગ્યાએ સગીરા પર ત્રણ શખ્સોએ આચર્યું દુષ્કર્મ… વડોદરાની જેમ જ મિત્ર સાથે બેઠેલી સગીરાને હેવાનોએ બનાવી શિકાર..
રાજ્યમાં ફરી એકવાર ગેંગરેપની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે નજીક સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર સગીરા તેના મિત્રા સાથે જઇ રહી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ થયું હતું. સગીરા મિત્ર સાથે હતી તે સમય દરમ્યાન અવાવરું જગ્યાએ ત્રણ જેટલા નરાધમો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર માર્યો હતો. અને ત્યારબાદ સગીરા સાથે અજાણ્યા લોકોએ દુષ્કર્મ આચર્યું હતું.
નવરાત્રિમાં નરાધમોનો આતંક જોવા મળ્યો છે. વડોદરામાં સગીરા સાથે ગેંગરેપની ઘટના હજી તાજી જ છે, ત્યાં સુરતમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ થયું છે. વડોદરા જેવી જ પેટર્નથી સુરતની સગીરાને નરાધમોએ શિકાર બનાવી છે. ત્યારે લાગે છે કે, મા આદ્યશક્તિના પર્વમાં જ્યાં દીકરીઓ પૂજવામા આવે છે, ત્યાં જ ગુજરાતની દીકરીઓ સલામત નથી. સુરતમાં મિત્ર સાથે જઈ રહેલી સગીરા સાથે અજાણ્યા લોકોએ દુષ્કર્મ આચર્યું.
પોલીસને જાણ થતા જ હાલ કોસંબા સહિત જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. સગીરાનું પોલીસ મથકે નિવેદન લેવામાં આવી રહ્યું છે.
તો બીજી તરફ, સુરતના સચિન GIDC વિસ્તારમાં 16 વર્ષની કિશોરીનું અપહરણ દુષ્કર્મ મામલામાં આરોપી પોક્સો અને બળત્કારના ગુનામાં કસૂરવાર સાબિત થયો છે. કોર્ટ દ્વારા 20 વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો. આરોપી વલી હુસેન મન્સૂરીએ કિશોરીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.