Minorities Rights Day 2020 : કેવી રીતે થઇ લઘુમતી અધિકાર દિવસની શરૂઆત?

ભારતમાં દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ લઘુમતી અધિકાર દિવસ મનાવવામાં આવે છે. ભારતનું બંધારણ તમામ નાગરિકો માટે સમાન અધિકાર અપાવે છે અને બંધારણે ભાષાકીય, જાતીય, સાંસ્કૃતિક અને ધાર્મિક લઘુમતીના અધિકારોના રક્ષણો માટે કેટલાય ઉપાયો સ્વીકાર્યા છે. આ ઉપરાંત બંધારણ તેવા લોકોની સંભાળ રાખે છે જે અનુસૂચિત જાતિના લોકો સહિત પોતાની જાતિ, સંસ્કૃતિ અને સમુદાય હોવા છતા આર્થિક અથવા સામાજિક રીતે વંચિત છે.

લઘુમતી અધિકાર દિવસનો ઇતિહાસ

લઘુમતી અધિકાર દિવસ ભારતમાં નેશનલ કમિશન ફોર માઇનોરિટીસ દ્વારા મનાવવામાં આવે છે જે ધાર્મિક સદ્ભાવ, સન્માન અને તમામ લઘુમતી સમુદાયોની સમજ પર કેન્દ્રિત છે. 18 ડિસેમ્બર 1992એ સંયુક્ત રાષ્ટ્રે ધાર્મિક અથવા ભાષાકીય રાષ્ટ્રીય તથા જાતીય લઘુમતીથી સંબંધિત વ્યક્તિના અધિકારો પરના નિવેદનને સ્વીકાર્યા અને પસાર કર્યા હતા.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી ઘોષણા લઘુમતીની સાંસ્કૃતિક, ધાર્મિક, ભાષાકીય અને રાષ્ટ્રીય ઓળખને ઉજાગર કરે છે કે રાજ્યો દ્વારા અને વ્યક્તિગત ક્ષેત્રોમાં સન્માનિત અને સંરક્ષિત કરવામાં આવશે. અને તે પણ કહ્યુ છે કે આ રાજ્ય સરકારની પણ જવાબદારી છે કે તેઓ લઘુમતીની પરિસ્થિતિઓમાં સુધારો કરે અને રાષ્ટ્રીય, ભાષાકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ વિશે જાગરૂકતા ફેલાવે.

લઘુમતી કાર્ય મંત્રાલય

29 જાન્યુઆરી 2006એ, લઘુમત્તી મામલામાં મંત્રાલયને સામાજિક ન્યાય અને પર્યાવરણ મંત્રાલયથી અલગ કરવામાં આવ્યા જેથી અધિસૂચિત લઘુમતી સમુદાયો જેમ કે મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, શિખ, પારસી અને જૈન સંબંધિત મુદ્દાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. લઘુમતી સમુદાયના લાભ માટે આ મંત્રાલય સમગ્ર નીતિ અને આયોજન, સંકલન, મૂલ્યાંકન અને નિયમનકારી માળખા અને વિકાસ કાર્યક્રમની સમીક્ષા કરે છે.

રાષ્ટ્રીય લઘુમતી આયોગ

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય લઘુમતી આયોગ અધિનિયમ, 1992 હેઠળ રાષ્ટ્રીય લઘુમતી આયોગની સ્થાપના કરી. પાંચ ધાર્મિક સમુદાયો જેવા કે મુસ્લિમ, ખ્રિસ્તી, શિખ, બુદ્ધ અને પારસીને લઘુમતી સમાજના સ્વરૂપે અધિસૂચિત કરવામાં આવે છે. આંધ્ર પ્રદેશ, અસમ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, મણિપુર, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા વિભિન્ન રાજ્યોએ પોતાના રાજ્યોમાં લઘુમતી આયોગની સ્થાપના કરી. તેનું કાર્યાલય પણ રાજ્યોની રાજધાનીમાં સ્થિત છે.

રાજ્ય આયોગનું કામ બંધારણ અને સંસદ અને રાજ્ય વિધાનસભાઓ દ્વારા લાગૂ કરવામાં આવેલા કાયદાઓ દ્વારા આપવામાં આવતા લઘુમતીઓના હિતોનું રક્ષણ અને સંરક્ષણ કરવાનું છે. એટલા માટે ભારતમાં લઘુમતી અધિકાર દિવસ 18 ડિસેમ્બરે મનાવવામાં આવે છે જેથી લોકોને શિક્ષિત કરી શકાય અને ભારતમાં લઘુમતીના અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.