મેગન ફોક્સે બુહુ બ્રાન્ડની સાથે કોલોબરેશનમાં કપડાંઓનું નવું કલેક્શન લોન્ચ કર્યું છે. વ્હાઈટ સિલ્ક શર્ટની સાથે ગોલ્ડ કલરના સ્કર્ટમાં મેગન ઘણી સુંદર લાગી રહી છે. ક્લીવેજ શૉ કરતા મેગનનો આ પોઝ ઘણો મેસ્મરાઈઝિંગ હતો. આ કલેક્શનને પાર્ટી થીમ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. મેગન નવી નક્કોર મિરર ડિસ્ક બ્રામાં પોતાના ટોન્ડ એબ્સ અને અંડરબુબ્સી હિંટ આપતા સંપૂર્ણ કોન્ફિડન્સ સાથે ફ્લોન્ટ કરતી જોવા મળી છે અને મેગને આ બ્રાલેટને કાર્ગો પેન્સ્ડની સાથે ટીમઅપ કર્યું છે. તમને જાણીને હેરાની થશે કે આ મિરર ડિસ્ક બ્રાલેટની કિંમત 40 ડૉલર એટલે કે માત્ર 3105 ભારતીય રૂપિયા છે.
મેગન ફોક્સે ગ્લિટરીંગ કલેક્શન લોન્ચ કરતા કહ્યું હતું કે, હું ઘણી એક્સાઈટેડ છું. આ આખું કલેક્શન તમે UKમા 6 થી 24ની સાઈઝમાં 8 યુરોથી 30 યુરો(650 થી લઈને 3000 રૂપિયા) સુધીમાં સરળતાથી કોઈ પણ સ્ટોરમાં મળી જશે. મેગને આ ફોટામાં સિલ્વર રંગની શિમરી લોન્ગ બોડીકોન ડ્રેસ પહેરેલો છે.અને અન્ય એક લૂકમાં મેગને ચિક સ્ટાઈલને કેરી કરી છે. જે ડેઈલી વિયરની સાથે સાથે ડિનર પાર્ટી માટે પણ સૂટેબલ છે. મેગને કહ્યું છે કે, અમે એવી સ્ટાઈલને કેરી કરવાનો પ્રયત્ન કર્યો છે જે સેક્સી અને બોલ્ડ બંને લાગે, એવો લૂક જે સાથે કમ્ફર્ટેબલ પણ હોય. કલેક્શનનો બીજો ડ્રેસ ટેંગી ઓરેન્જ કલરનો લોંગ ફ્રન્ટ કટ સ્લિટ ડ્રેસ છે
મેગને આ કલેક્શનમાં ઓરેન્જ કલરની ડ્રેસને બે વખત રીપિટ કર્યો છે. આ લૂકમાં મેગને જમ્પસૂટ પર સેમ કલરનું બ્લેઝર પહેર્યું છે. જ્યારે મોટી લૂપ ઈયરરિંગ તેના લૂકને વધારે હાઈલાઈટ કરી રહી છે. બુહુના આ કલેક્શનમાં કેઝ્યૂલ અને પાર્ટી વિયર ડ્રેસના કોમ્બોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એક્રેગિસની પ્રોફેશનલ લાઈફની સાથે લવ લાઈફ પણ ઘણી સારી ચાલી રહી છે. મેગન ટૂંક સમયમાં મશીન ગન કેલી સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.