અમેરિકાએ ભારે તણાવ વચ્ચે ઈરાન પર આકરી કાર્યવાહી કરી છે. અમેરિકાના ઈરાક ખાતેના બે સૈન્ય એરબેઝ પર ઈરાને કરેલા મિસાઈલ હુમલા બાદ તેના પર વધારે આકરા પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને નાણાંમંત્રી સ્ટીવન મ્નુચિએ જણાવ્યું હતું કે, નવા પ્રતિબંધો મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધારનારે ગતિવિધિઓની સાથે સાથે મંગળવારની એરસ્ટ્રાઈકમાં શામેલ આઠ વરિષ્ઠ ઈરાની અધિકારીઓને પણ ટાર્ગેટ કરવામાં આવશે.
ઈરાન સાથે તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધો લગાવવાનું નક્કી કર્યું છે. ટ્રમ્પ પ્રશાસને ઈરાનના ઈરાક સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા બાદ ઈરાન પર આ પ્રતિબંધો લાદ્યા છે.
અમેરિકાએ કરેલા ડ્રોન હુમલામાં પોતાના સૌથી શક્તિશાળી કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના માર્યા ગયા બાદ ઈરાને ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો હતો. ત્યાર બાદ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરૂદ્ધ વધુ આકરા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી હતી. આ કડીમાં આજે અમેરિકાના નાણાંમંત્રી ન્યૂચિને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની ટેક્સટાઈલ, મેન્યુફેક્ચરિંગ અને ખાણ ક્ષેત્રો સંબંધિત લોકો પર પ્રતિબંધ લગાવવાના શાસકીય આદેશ બહાર પાડ્યા છે. ટ્રમ્પે સ્ટીલ અને લોખંડ ક્ષેત્રો માટે પણ અલગ અલગ પ્રતિબંધો લગાવ્યાં છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારે જ આ નવા પ્રતિબંધોને મંજૂરી આપી દીધી હતી પરંતુ તેને લાગુ કરવા માટે એક દિવસનો સમય લીધો. પોતાના નિવેદન પર તેમણે કહ્યું કે આ દંડ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઈરાની શાસન પોતાનો વ્યવહાર ન બદલે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.