તેલંગાણાના સરસિલ્લા જિલ્લામાં એક છોકરીના અપહરણનો મામલો સામે આવ્યો છે અને મળતી માહિતી મુજબ, 18 વર્ષની છોકરી જ્યારે તેના પિતા સાથે હતી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેનું જાહેરમાં અપહરણ કર્યું હતું અને કારમાં બેસીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
જણાવી દઈએ કે આ ઘટના વિસ્તારમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં કારમાં સવાર કેટલાક બદમાશો છોકરીનું અપહરણ કરતા જોવા મળે છે અને હકીકતમાં, 23 સેકન્ડમાં, વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સફેદ રંગની કારમાં કેટલાક બદમાશો આ વિસ્તારમાં પહોંચ્યા. આ દરમિયાન કેટલાક લોકો કારમાંથી નીચે ઉતરે છે અને ત્યારે તેના પિતા સાથે ત્યાં હાજર એક છોકરી એક બદમાશના હાથે ઝડપાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, યુવતી એક મંદિરમાં દર્શન કરીને ઘરે પરત ફરી રહી હતી જોકે, છોકરીના પિતા કંઈ સમજે તે પહેલા જ બદમાશોએ તેને બળજબરીથી કારમાં બેસાડી નાસી ગયા હતા આ દરમિયાન યુવતીના પિતાએ વાહનનો પીછો કર્યો હતો પરંતુ કાર વધુ સ્પીડમાં જતી હોવાથી તેઓ કંઈ કરી શક્યા ન હતા અને જણાવી દઈએ કે સીસીટીવીમાં કેદ થયેલી સફેદ કલરની કારમાં નંબર પ્લેટ પણ નહોતી.
બીજી તરફ યુવતીના અપહરણ અંગે વેમુલાવાડા ડીએસપી નાગેન્દ્રએ જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે અને અમે તેને શોધવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. આ ઘટનામાં 4 લોકો સંડોવાયેલા છે. તેણે જણાવ્યું કે યુવતી ભૂતકાળમાં તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને હવે તે પુખ્ત વયની છે, તેણીને તેના બોયફ્રેન્ડ દ્વારા લઈ જવામાં આવી શકે છે અને હાલ તેમને પકડવા માટે 3 ટીમો બનાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.