વડતાલ સ્વામીનારાયણ મંદિર વધુ એક વખત વિવાદોમાં ધરાઈ ગયું છે. ૪૭ વષીઁય મંદિરના પાષઁદે સગીરા પર બળાત્કાર ગુજાર્યો ચકચાર મચી ગઈ છે.
મૂળ એમપીનાં અને હાલ વડતાલ માં રહેતાં એક સ્વામિનારાયણ સત્સંગી ૪૭ વષીઁય સોહમ ભગત પાષઁદ સાથે થયો હતો. અવાર નવાર વડતાલ રહેતાં આ સત્સંગી તેમના પરિવાર સાથે મંદિર જતાં આવતાં હતાં.
તેમના મગજમાં વાસનાનો કીડો સળવળી ઉઠયો હતો. તેમણે બાળકીને ચાલ તને ગોમતી તળાવ પર ફરવા લઇ જવાનુઓ કહી ત્યાંથી રાવલી જવાનાં માગઁ પર લક્ષ્મીનારાયણ ભુવનમાં લઈ ગયો હતો.
વડતાલ રાવલી રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ભુવન પર લઈ ગયા બાદ સોહમ ભરતે આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી ચાલ્યા ગયાં હતાં. દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીનેએ પરિવારજન દ્નારા આ બાબતે પૂછપરછ કરતાં બાળકીએ તમામ હકીકત જણાવી હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.