ગત રાત્રે 10 વાગ્યા આસપાસ વલસાડના પારડી તાલુકાના મોતીવાડા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર હરિયાણા જતા એક કન્ટેઇનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ અન્ય વાહન ચાલકોએ કન્ટેઇનર ચાલકને કરતા કન્ટેઇનર ચાલકે કન્ટેઇનર હાઈવેની સાઈડ ઉપર બહાર નીકળી ગયો હતો. લોકોએ તાત્કાલિક પારડી ફાયર ફાઇટર અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
News Detail
કન્ટેનઇરમાંથી બ્લાસ્ટ થતા મુંબઇ અમદાવાદ હાઇવે સુરક્ષાના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો હતો. આગની વિકરાળ જ્વાળાઓ જોતા વાપીથી પણ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડે એકાદ કલાકની મહેનત બાદ બાદ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આગની ઘટનામાં રાત્રી દરમ્યાન આગની જ્વાળા સાથે ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ આવતા લોકો કન્ટેઇનરમાં ફટાકડા હોવાનું માની બેઠા હતાં. અને હાઇવે પર ગભરાટનો માહોલ ઉભો કર્યો હતો. જો કે, આગ બુઝાયા બાદ તેમાં ફટાકડા નહિ પરંતુ કોસ્મેટિક્સ પરફ્યુમ પ્રકારની પ્રોડકટ હોય અને તે કોઈ બિયર કંપનીની હોય લોકોએ બિયર સમજી બિયર કંપનીના હેન્ડ વોશ, પરફ્યુમ, સેનેટાઇઝરની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસની ટીમે તત્કાલિક ઘટના સ્થળે પહોંચી લૂંટ મચાવતા લોકોને દૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાત્રે 10 વાગ્યા આસપાસ મુંબઈ અમદાવાદ હાઇવે ઉપર પારડીના મોતીવાડા નજીક કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠી હતી. કન્ટેઇનરમાં એર ફ્રેશનર સહિતની પ્રોડકટ ભરી હોય અચાનક આગ લાગતા પોલીસ અને ફાયરે વાહન વ્યવહાર અટકાવી આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતાં. જેમાં એર ફ્રેશનરની બોટલો ફટાકડાની જેમ આગમાં ધડાકા સાથે ફાટતી હતી. કન્ટેનરમાં આગ કયા કારણોસર લાગી તે રહસ્ય અંક બંધ છે. જ્યારે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ લાખોની પ્રોડકટ બળીને ખાખ થઈ છે. જ્યારે બચેલી પ્રોડકટ ની સ્થાનિક લોકોએ લૂંટ ચલાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.