બોલીવૂડના દિગગજ એક્ટર મિથુન ચક્રવર્તી, ખબર અનુસાર ફિલ્મ `ધ કશ્મીર ફાઈલ્સ`ની શુટિંગ દરમિયાન, તબિયત ખરાબ થતા સેટ પર પડી ગયા

બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર મિથુન ચક્રવર્ત ની તબિયત ખરાબ થયાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત એક ખબર અનુસાર ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની શૂટિંગ દરમિયાન મિથુન સેટ પર પડી ગયા હતાં. જે બાદ શૂટિંગ વચ્ચે જ રોકી દેવામાં આવ્યું હતું.

મિથુન ચક્રવર્તી બિગ સ્ક્રિન પર 2019માં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘તાશકંદ ફાઇલ’માં નજર આવ્યા હતં. આ ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનાં મોત પર આધારિત હતી. મિથુન બંગાળી ચેનલ પર બે ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે નજર આવતા હતાં.

ફિલ્મનું નિર્દેશન વિવેક રંજન અગ્નિહોત્રી કરી રહ્યાં ચે. શનિવારે જ્યારે મિથુન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. ત્યારે તે સેટ પર અચાનક પડી ગયા હતાં. અચાનકથી તેની તબિયત ખરાબ થઇ હતી. જેને કારણે ફિલ્મનું શૂટિંગ રોકવું પડ્યું હતું. ખબરની માનીયે તો મિથુનની તબિયત ફૂડ પોઇઝનિંગને કારણે ખરાબ થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.