સૌથી વધુ ચર્ચા બંગાળ ચૂંટણીને લઇને થઇ રહી છે. અહીં ભાજપ અને ટીએમસી વચ્ચે સીધી અને મજબૂત ટક્કર નજરે આવી રહી છે, પરંતુ કેટલીક વાતો એવી છે કે જે ભાજપ માટે મુશ્કેલીઓ ઉભી કરી રહી છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીના એક્સપર્ટને પણ મુંજવણમાં મુકી દીધા છે.
બોલીવુડ સ્ટાર મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઈ ગયા છે અને પ્રચાર કરી રહ્યા છે. મિથુન ભાજપમાં જોડાયા ત્યારથી જ તે ચૂંટણી લડશે કે નહીં તેને લઈને અટકળો લગાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતુ. આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે આજે ભાજપ વેટરન એક્ટર મિથુન ચક્રવર્તીને ચૂંટણી લડવાની અપીલ કરી શકે છે.
મિથુન આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવું નિવેદન થોડા દિવસ અગાઉ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ આપ્યું હતું. આ સાથે તેમને જણાવ્યું હતું કે મિથુને ચૂંટણી લડવાની ના પાડી છે અને જો પક્ષ કોઈ નિર્ણય કરશે તો મિથુન સાથે વાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મિથુન ચક્રવર્તીએ કોલકત્તાની બ્રિગેડ ગ્રાઉન્ડ રેલીમાં PM મોદીની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.