પ. બંગાળમાં ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે સાથે રાજકારણ પણ ગરમાયું છે. એક પછી એક થઈ રહેલી રેલીઓની વચ્ચે આજે બંગાળમાં સુપર સંડે જોવા મળી શકે છે.
પીએમ મોદી પ. બંગાળવિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચૂંટણી અભિયાનને ધાર આપવા માટે રવિવારે કોલકત્તાના બ્રિગેડ પરેડ મેદાનમાં એક રેલીને સંબોધિત કરશે. પીએમ મોદીએ આ રેલીના સમયે અભિનેતા મિથુન ચક્રવર્તી પણ હાજર રહેશે.
ભાજપના રાષ્ટ્રિય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મિથુન ચક્રવર્તીના ભાજપમાં સામેલ થવાને લઈને કોઈ ચર્ચા થઈ નથી. બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં વોટિંગ શરૂ થયું છે અને 2 મે સુધીમાં તેના પરિણામો પણ આવશે.
8 તબક્કામાં થનારા ચૂંટણીના પ્રચારમાં તેઓ 12થી વધુ રેલીઓને સંબોધન કરશે. પાર્ટીને આશા છે કે પ. બંગાળમાં પણ બિહાર જેવી સફળતા મળશે. આ સમયે પણ પીએમ મોદીની રેલીથી જ જીત મળી હતી. પીએમ મોદીની રેલીનું શિડ્યુલ તૈયાર કરાયું નથી પણ પાર્ટી નેતાઓનું કહેવું છે કે દરેક ચરણના મતદાન પહેલા તેઓ 2 રેલીને સંબોધિત કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.