મિથુન મૂળ રુપથી નક્સલી હતા- સોગત,મિથુને ઈડીના ડરથી ભાજપનો હાથ પકડ્યો છે

ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીને હવે મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે નક્સલી ગણાવ્યા. ટીએમસીએ કહ્યું કે મિથુને ઈડીના ડરથી ભાજપનો હાથ પકડ્યો છે.

મિથુન ચક્રવર્તીના ભાજપમાં સામેલ થવા પર તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોગત રોયે કહ્યું કે મિથુન પહેલા સ્ટાર હતા પરંતુ હવે નથી. તે મૂળ રુપથી નક્સલી  હતા. તે સીપીએમમાં સામેલ થયા પછી ટીએમસીમાં આવ્યા અને રાજ્યસભા સાંસદ બની ગયા. ભાજપે તેમને ઈડીનો ડર બતાવ્યો અને તેમને રાજ્યસભા પદ છોડી દીધુ.

મિથુન ચક્રવર્તી પણ એ જ કરી રહ્યા છે. એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જઈ રહ્યા છેય  ઘોષે કહ્યું કેમ જેમ ચક્રવર્તીએ કહ્યું છે કે તે લોકો માટે કામ કરવા ઈચ્છે છે.  તેમણે ઈંઘણના ભાવ વધારા વિશે કંઈક કહેવું જોઈએ.

સીપીઆઈના વરિષ્ઠ નેતા સુજન ચક્રવર્તીએ કહ્યું કે લોકો ચક્રવર્તી જેવા દળ બદલુઓ પર ક્યારેય ભરોસો નહીં કરે અને તેમના ભાજપમાં સામેલ થવા પર ચૂંટણીઓ પર કોઈ અસર નહીં પડે. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સભ્ય રહી ચૂકેલા અભિનેતા સારદા પોંજી ઘોટાલામાં નામ આવ્યા બાદ 2016માં સંસદના ઉચ્ચ સદનનું પદ છોડી દીધુ હતુ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.