જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવ ગ્રહોમાં મંત્રીપદ ભોગવતા અને જેને ‘ગુરુ’ની ઉપાધિ આપવામાં આવી છે એ બૃહસ્પતિ એટલે કે ગુરુનું મંગળવારે રાશિ પરિવર્તન થશે. પોતાના મિત્રની વૃશ્ચિક રાશિમાંથી પોતાની ધન રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ શનિ અને કેતુ સાથે યુતિ બનાવશે. દરમિયાન ગુરુદેવ રાશિજાતકો પર શુભાશુભ અસર કરશે. ચાર મહિના બાદ નીચની મકર રાશિમાં પ્રવેશ કરશે.
વૈદિક જ્યોતિષમાં નવગ્રહોમાં બૃહસ્પિત ગ્રહને ‘ગુરુ’ માનવામાં આવે છે. નવગ્રહોમાં તેને મંત્રીપદ આપવામાં આવ્યું છે. ગુરુને નૈર્સિંગકરૃપે શુભ ગ્રહ માનવામાં આવે છે અને તે વૃદ્ધિનો કારક ગ્રહ છે. ધન અને મીન રાશિ ‘ગુરુ’ને ફાળવવામાં આવી છે. તે જ પ્રકારે ધન રાશિ તેમની મૂળ ત્રિકોણની પ્રિય રાશિ છે. ‘ગુરુ’ ગ્રહને શુભ અને અશુભ ઘટનાઓમાં વૃદ્ધિ કરનાર ગ્રહ પણ માનવામાં આવે છે.
બૃહસ્પતિ ગ્રહને દેવ ગુરુનો પદ પણ અપાયું છે. 5 નવેમ્બરના મંગળવારે વહેલી સવારે 5.24 વાગ્યાથી ગુરુ ધન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં પહેલેથી જ બેઠેલા શનિ અને કેતુ સાથે યુતિ કરશે. 30 માર્ચ-2020ના રોજ વહેલી સવારે 3.55 વાગ્યે મકર રાશિ(નીચ રાશિ)માં પ્રવેશ કરશે. આ રાશિમાં શનિ 24 જાન્યુઆરીના સવારે 9.51 વાગ્યાથી જ બિરાજમાન હશે. ગુરુ મકર રાશિમાં પણ તેમની સાથે યુતિ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.