MIvsDC: મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી આપ્યો પરાજય

IPLની 13મી સીઝનમાં 27ની મેચ મુંબઈ ઈન્ડિયન્સના નામે રહી હતી. અબુ ધાબીમાં મુંબઈએ દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવ્યુ છે. મુંબઈએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટને પુરો કરી દીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ટીમે પાંચમી જીત મેળવી અને 10 પોઈન્ટ સાથે રન રેટના આધાર પર ટોપ પર પહોંચી ગયું છે. તેમની આ સાતમી મેચ હતી. દિલ્હીને પણ આટલી જ મેચમાં 10 પોઈન્ટ છે. દિલ્હી આ બીજી હાર છે.

દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન કર્યા છે. શિખર ધવને પોતાના IPL કરિયરની 38મી ફિફટી ફટકારતા 52 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી અણનમ 69 રન કર્યા. કપ્તાન શ્રેયસ ઐયરે પણ 42 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે કૃણાલ પંડ્યાએ 2 અને ટ્રેન્ટ બોલ્ટે 1 વિકેટ લીધી.

દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ લીધી છે. દિલ્હીએ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. એલેક્સ કેરી અને અજિંક્ય રહાણેને ઋષભ પંત અને શિમરોન હેટમાયરની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે મુંબઈએ પોતાની ટીમમાં કોઈ ફેરફા કર્યો નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.