રાજ્યમાં દરરોજ હજારો અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. જ્યારથી ગુજરાતમાં બીઆરટીએસ બસ સેવામાં આવી ત્યારથી સમયાંતરે અકસ્માતો થતો રહે છે. આજે પણ સુરતમાં એક મજૂરી કરીને પરિવારનું પેટ ભરતા 20 વર્ષના યુવકને બીઆરટીએસ બસે અડફેટે લીધો હતો. જેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફાટી નીકળતા બસ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાની ઘટના બનતા સ્થિતિ વધુ વણસે નહીં તે અગાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતમાં સરદાર માર્કેટ પાસે એક 20 વર્ષીય યુવાન બીઆરટીએસ કોરિડોર ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે દોડતી સિટી બસ ડ્રાઈવરે યુવાનને અડફેટે લીધો હતો. જેમાં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે બસ પર પથ્થરમારો થતા સિટી બસમાં સવાર મુસાફરો તથા બસચાલકે પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યા હતા.
આ ઘટનાને પગલે મજૂરીકામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરતા 20 વર્ષીય યુવકનું મોત થતા પરિવારના માથે દુ:ખના ડુગરો તૂટી પડ્યા હતા. પરિવારે પોતાનો લાડકવાયો પુત્ર અને સહારો ગુમાવતા હવે પરિવારનું ગુજરાનની જવાબદારી કોણ લેશે જેવા અનેક પ્રશ્નો મૂંઝવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.