કેન્દ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચેનો ટકરાવ હવે રાજ્ય સ્તરે જોવા મળી રહ્યો છે.
શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં લખેલા એક લેખમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથને હિટલર ગણાવી દીધા છે.
પ્રવાસી મજૂરોની સ્થિતિ અંગે રાઉતે લખ્યુ છે કે, સીએમ યોગી દ્વારા યુપીમાં મજૂરો પર થયેલા અત્યાચાર હિટલરના શાસનમાં યહૂદીઓ પર થયેલા અત્યાચાર જેવા છે.દેશભરમાંથી પોતાના રાજ્યમાં પાછા ફરેલા મજૂરોને તેમના ઘરે જવા માટે પરવાનગી નથી.
હાલમાં યોગી સરકારે અન્ય રાજ્યોમાંથી આવેલા મજૂરોને જે તે જગ્યાએ રોકીને તેમને બસોની વ્યવસ્થા કર્યા બાદ ઘરે પહોંચાડવા માટે કહ્યુ છે.
જોકે સંજય રાઉતના નિવેદન બાદ હવે બંને પક્ષો વચ્ચેની દુશ્મનાવટ વધારે વકરી શકે છે. હાલમાં મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા મહારાષ્ટ્ર બચાવો આંદોલન પણ ઉધ્ધવ સરકાર સામે શરુ કરવામાં આવ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.