દેશભરમાં લોકડાઉન લાગુ કરાયા બાદ પ્રવાસી મજૂરોએ મોટા પાયે ઘર વાપસી કરી છે અને ઘરે રહીને તેમના માટે રોજગારી મેળવવી મોટું સંકટ બની ગયું છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે યોજના લોન્ચ કરી છે.
વડાપ્રધાન આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બિહારમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન નામની યોજના લોન્ચ કરી. આ યોજનાના ડિજિટલ શુભારંભમાં પાંચ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેટલાક કેન્દ્રીય મંત્રી પણ સહભાગી બનશે.
116 જિલ્લામાં લોન્ચિંગ
બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશાના કુલ 116 જિલ્લાના 25,000થી પણ વધારે પ્રવાસી મજૂરો માટે આ અભિયાન પસંદ કરવામાં આવ્યું છે અને તેમાં 27 મહત્વાકાંક્ષી જિલ્લાઓ પણ સામેલ છે. આવા જિલ્લાના આશરે બે તૃતીયાંશ જેટલા પ્રવાસી મજૂરોને યોજનામાં સામેલ કરવામાં આવે તેવું અનુમાન છે.
છ રાજ્યોના 116 જિલ્લાઓના ગામ કોવિડ-19 વૈશ્વિક મહામારીને અનુસંધાને સામાજીક દૂરીના નિયમોનું પાલન કરીને સેવા કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે.
125 દિવસ મળશે રોજગાર
125 દિવસના આ અભિયાનમાં પ્રવાસી મજૂરોને રોજગાર ઉપલબ્ધ કરાવવા અને દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં માળખાકીય સુવિધા ઉભી કરવા 25 અલગ-અલગ પ્રકારના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ યોજનાનું સંકલન 12 અલગ-અલગ મંત્રાલયો દ્વારા કરવામાં આવશે.
આ 25 કામો ઉપર ધ્યાન અપાશે
– સામૂદાયિક સ્વચ્છતા પરિસર
– ગ્રામ પંચાયત ભવન
– ફાઈનાન્સ કમિશન ફંડ અંતર્ગત કરાતા કામ
– રાષ્ટ્રીય રાજમાર્ગના કામ
– જળ સંરક્ષણ અને જળ સંચયના કામો
કૂવાઓનું નિર્માણ
– વૃક્ષારોપણના કામ
– બાગકામ
– આંગણવાડી કેન્દ્રોના કામ
-પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના કામ
– ગ્રામીણ માર્ગ અને સરહદ માર્ગના કામ
– ભારતીય રેલવે અંતર્ગત આવતા કામો
– શ્યામા પ્રસાદ
મુખર્જી અર્બન મિશન
– ભારત નેટ અંતર્ગત ફાઈબર ઓપ્ટિકલ કેબલ પાથરવાનું કામ
– પીએમ કુસુમ યોજનાનું કામ
– જળ જીવન મિશન અંતર્ગત કરાતા કામ
– પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પ્રોજેક્ટ
– કૃષિવિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત જીવનનિર્વાહની ટ્રેઈનિંગ
– જિલ્લા ખનિજ નિધિ અંતર્ગત આવતા કામ
– સોલિડ અને
લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટના કામ
– ફાર્મ પોન્ડ (ખેતતલાવડી)ના કામ
– પશુ માટેના શેડ બનાવવાનું કામ
– ઘેટા-બકરાં માટે શેડ બનાવવાનું કામ
– મરઘા પાલન માટે શેડ નિર્માણ
– અળસિયાનું ખાતર બનાવતા યુનિટ તૈયાર કરવા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.