મજૂરોને રોકવા રાજ્યો અને જિલ્લાઓની સીમાઓ સીલ કરવાનો કેન્દ્રનો આદેશ

લોકડાઉન વચ્ચે લાખો મજૂરો દ્વારા શહેરોમાંથી ગામડા તરફ થઈ રહેલા પલાયનને રોકવા માટે હવે કેન્દ્ર સરકારે આકરુ વલણ અપનાવ્યુ છે.કેન્દ્ર સરકારે કહ્યુ છે કે, લોકડાઉનનુ પાલન કરાવવાની જવાબદારી દરેક જિલ્લાના કલેકટર અને એસપીની છે.તમામ રાજ્યો અને જિલ્લાઓની સીમાઓ સીલ કરવામાંઆવે અને બહાર જઈ રહેલા લોકોને સીમાઓ પર કેમ્પ બનાવીને રાખવામાં આવે.

સરકારે એવોપણ આદેશ આપ્યો છે કે, બીજા રાજ્યોમાંથી મજૂરી કરવા આવેલા લોકોના રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે અને તેમને સમયસર પેમેન્ટ પણ આપવામાં આવે.આદેશ નહી માનનારાઓ પર આકરી કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હી સહીતના કેટલાક શહેરોમાંથી મજૂરો પોતાના ગામડાઓ તરફ પગપાળા જ નિકળી ગયા હોવાથી લોકડાઉનનો જે હેતુ છે તેના પર જ ખતરો સર્જાઈ ગયો છે.એકલા દિલ્હીમાંથી જ લાખો લોકો વતન તરફ જતા હોય તેવા દ્રશ્યો ગઈકાલે જોવા મળ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.