MLA ગોવિંદ પટેલે પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, ‘રાજકોટમાં ઈ-મેમો ભરવાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 5 વર્ષમાં રૂપિયા 180 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેથી લોકો પીસાઈ રહ્યાં છે.’ વધુમાં તેમણે રજૂઆત કરી કે, ‘રાજકોટમાં અત્યાર સુધી 24.30 લાખ નાગરિકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે અને જેમાંથી 75 ટકા વાહન ચાલકોએ 150 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો હજુ બાકી છે.’
ઉલ્લેખનીય છેકે રાજકોટમાં થર્ડ આઇ પ્રોટેક્શનની સુવિધા આપવામાં આવી છે અને ઠેર ઠેર સીસીટીવીની નિગરાની છે. પરંતુ આ સીસીટીવીનો ખરો ઉપયોગ તો ટ્રાફિક પોલીસે જ કર્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં ટ્રાફિક પોલીસે 180 કરોડનો દંડ ફટકાર્યો. વળી તે કુલ વાહનોની સંખ્યા કરતા બમણાથી પણ વધારે. અત્યાર સુધીમાં રાજકોટ ટ્રાફિક પોલીસે 24.30 લાખ નાગરિકોને ઇ-મેમો ફટકાર્યો.
જો કે 150 કરોડનો દંડ ભરવાનો બાકી છે. પરંતુ રાજકોટ વાસીઓ ટ્રાફિક પોલીસના આ વર્તનથી હેરાન પરેશાન થઇ ગયાછે, રાજકોટ માટે આઇવે સીસીટીવી પ્રોજેક્ટ દંડાત્મક બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સીસીટીવી કેમેરાનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા ઉપયોગ થાય તે સારી વાત છે પરંતુ ટ્રાફિક પોલીસે તેનો મિસયુઝ કર્યો હોવાનો વાહનચાલકો આરોપ લગાવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.