મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરે કેમ્પની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે, સદનના સભ્યો વ્હીપ માનવા માટે બાધ્ય હોય છે. સાથે જ એમ પણ કહ્યું કે, સત્તાધારી ગઠબંધનનો હિસ્સો રહેલા રાજનૈતિક પાર્ટીઓના ધારાસભ્યોનો કોઈ વર્ગ પણ જો એમ કહે છે કે તેઓ ગઠબંધન સાથે જવા માગતા નથી તો તેમને અયોગ્ય ઠેરવી શકાય છે અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડે 5 જજોની પીઠની અધ્યક્ષતા કરતા કહ્યું કે, ‘સરકાર બન્યા બાદ ધારાસભ્યોના કોઈ ગ્રુપ પાસે એમ કહેવાનો અધિકાર નથી કે અમે આ ગઠબંધન સાથે જવા માગતા નથી.
એમ કરવા પર તેમણે અયોગ્ય કરાર આપી શકાય છે. જ્યાં સુધી તમે સભ્યતામાં છો, ત્યાં સુધી તમે પોતાની પાર્ટી સાથે મતદાન કરવા માટે બાધ્ય છે. વિલય થવાની સ્થિતિમાં આ નિયમ લાગૂ થતો નથી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે શિવસેનામાં થયેલી ફૂટ બાદના રાજકીય સંકટ પર સુનાવણી માટે આ પીઠની રચના કરવામાં આવી છે અને તેમણે કહ્યું કે, તેમાંથી કોઈ પણ ધારાસભ્ય કે ધારાસભ્યોનું ગ્રુપ રાજ્યપાલને એમ નહીં કહી શકે કે અમે ગઠબંધન સાથે જવા માગતા નથી.
તેની સરળ વાત છે. શું તમે ગઠબંધન સાથે જવા નથી માગતા? તમે પોતાના નેતા પાસે જાઓ અને રાજનીતિક પાર્ટીમાં નિર્ણય લો. જ્યાં સુધી તમે સદનના સભ્ય છો, તમે સદનના અનુશાસન સાથે બંધાયેલા છો. એટલે તમારે પોતાની રાજનીતિક પાર્ટી સાથે મતદાન કરવું પડશે. કૌલે બેન્ચને જણાવ્યું કે, એક જ દિવસમાં 2 રાજનૈતિક વ્હીપની વરણી કરવામાં આવી હતી અને અમે પાર્ટીના જનાદેશનું પાલન કરી રહ્યા છીએ. સવાલ એ છે કે અમારા રાજનીતિક સચેતક વાસ્તવિક છે કે પછી તેમના.
જે ગ્રુપને હવે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે, પહેલા તેમની પાસે બહુમત હતું. પાર્ટીના કેડરમાં ભારે અસંતોષ છે અને તેઓ ગઠબંધન યથાવત રાખવા માગતા નથી. તેમણે તર્ક આપ્યો કે, ધારાસભ્યો દ્વારા બળવાને જોતા ફ્લોર ટેસ્ટનો જનાદેશ આપવો, રાજ્યપાલ માટે ઉચિત હતું. CJI એ કહ્યું કે, કૌલ જે સ્થિતિની વકીલાત કરી રહ્યા છે અને તેને સ્વીકાર કરવાથી કટ્ટરપંથી પરિણામ સામે આવશે. આ કેસ પર આજે પણ સુનાવણી ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.