મલેશિયાના રાજવી પરિવારના મહેલમાં પહોંચ્યો કોરોના વાયરસ

કોરોનાએ અમીર-ગરીબ વચ્ચેના ભેદ મીટાવી દીધા છે.દુનિયાભરમાં સેલિબ્રિટીઝ અને ધનિકો પણ તેના એટલા જ શિકાર બની રહયા છે.

મલેશિયામાં હવે રાજવી પરિવારના મહેલ સુધી કોરોના પહોંચી ચુક્યા છે. મહેલમાં કામ કરતા સાત કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યા બાદ મલેશિયાના સુલતાન અબ્દુલ્લા સુલતાન અહેમદ શાહ અને તેમની પત્ની તુંકુ અજીજી અમીનાએ સેલ્ફ આઈસોલેશનમાં જવાનો નિર્ણય કર્યો છે.

મહેલમાં કામ કરતા સાત કર્મચારીઓને મંગળવારે તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.તંત્ર તપાસ કરાવી રહ્યુ છે કે, કોરોના વાયરસ રાજમહેલ સુધી કેવી રીતે પહોંચ્યો.

બીજી તરફ મહેલને સેનેટાઈઝ કરવાની કામગીરી શરુ કરવામાં આવ છે. મલેશિયામાં કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે અને 1796 લોકો તેના કારણે હોસ્પિટલમાં છે. મલેશિયામાં પણ 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.