મને ભારતને સોંપશો તો આત્મહત્યા કરી લઇશ: ભાગેડુ નીરવ મોદી

ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી યુકેની કોર્ટે બુધવારના રોજ એક વખત ફરીથી રદ કરી દીધી. નીરવે કોર્ટમાં કહ્યું કે જો મને ભારતને પ્રત્યર્પિત કરશો તો તેઓ આત્મહત્યા કરી લેશે. સાથો સાથ તેમણે કહ્યું કે તેમને જેલમાં ‘ત્રણ વખત’ માર્યા. જો કે આ બધી દલીલોની કોર્ટ પર કોઇ અસર થઇ નથી અને તેની જામીન અરજી નકારી દીધી છે.

49 વર્ષના નીરવ વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાના વકીલ હુગો કીથ ક્યૂસીની સાથે આવ્યા હતા. જામીન માટે તેમની પાંચમી અપીલ હતી. નીરવ પંજાબ નેશનલ બેન્ક સાથે જોડાયેલા બે અબજ ડોલરના છેતરપિંડીના કેસમાં ભારતને પ્રત્યર્પિત કરવાની વિરૂદ્ધ કેસ લડી રહ્યા છે.

કીથે દાવો કર્યો કે નીરવને વેંડ્સવર્થ જેલમાં બે વખત માર માર્યો. કીથે કહ્યું કે એપ્રિલ અને ફરી તાજેતરમાં મંગળવારના રોજ તેમને માર્યા.

કીથે કહ્યું કે ગઇકાલે સવારે બરાબર નવ વાગ્યા પછી જેલમાં જ બંધ બે બીજા કેદી તેમના સેલમાં આવ્યા. તેમણે દરવાજા બંધ કરીને તેમને માર્યા અને જમીન પર પછાડી લાતો મારી. તેની સાથે જ તેમને લૂંટવાની કોશિષ કરી. નીવર એ સમયે કોઇની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. આ હુમલો નીરવને ખાસ નિશાન બનાવીને કરાયો હતો. કીથે ડૉકટરના નીરવના ડિપ્રેશનની કોન્ફિડેન્શલ રિપોર્ટના લીક હિસ્સાની વાત કરતાં આ વાત કહી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.