મને કોરોના થાય તો સરકારી હોસ્પિટલમાં દાખલ થઈશ, ફડનવીસના નિવેદન પર શિવસેના ઓળઘોળ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં વિપક્ષના નેતા ભાજપના દેવેન્દ્ર ફડનવીસે કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે આપેલુ નિવેદન ચર્ચાનો વિષય બન્યુ છે.

ફડનવીસે કહ્યુ છે કે, મને કોરોના થાય તો સરકારી હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવે.આ નિવેદન બાદ શિવસેનાએ ફડનવીસના ભરપૂર વખાણ કર્યા છે.

શિવસેનાના મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યુ છે કે, ફડનવીસ આજે પણ એટલા જ સક્રિય છે જેટલા તેઓ મુખ્યમંત્રી તરીકે હતા.ફડનવીસે આ નિવેદન આપીને રાજ્ય સરકારની જાહેર આરોગ્ય સેવા પર સંતોષ વ્યક્ત કર્યો છે.જેનાથી સરકારનુ મનોબળ વધ્યુ છે.

લેખમાં કહેવામાં આવ્યુ છે કે, ફડનવીસની તેમન નિવેદન બદલ પ્રશંસા થવી જોઈએ.કેટલાક લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.તે યોગ્ય નથી.વિપક્ષના નેતા તરીકે તે બહુ સારુ કામ કરી રહ્યા છે.તેમના નિવેદનને સ્ટંટ તરીકે ઓળખાવવુ યોગ્ય નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.