આજે રાજ્યમાં 6 વિધાનસભાની પેટાચૂંટણીની (bypoll) મતગણતરી થઇ રહી છે. ત્યારે અત્યારે માત્ર ખેરાલુ (kheralu) બેઠકની જ સ્થિતિ સ્પષ્ટ થઇ છે. ખેરાલુમાં ભાજપની (BJP) જીત થઇ છે. ભાજપનાં ઉમેદવાર અજમલજી ઠાકોર 20 હજારથી વધુનાં મતો સાથે જીતી ગયા છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે (Nitin Patel) આ જીતની ખુશી વ્યક્ત કરી છે.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ અંગે કહ્યું કે, ‘ખેરાલુમાં ભાજપનાં ઉમેદવાર અજમલજી ઠાકોર વિજય થયા છે. આ ભાજપની પરંપરાગત સીટ છે. જેમાં અમરા કાર્યકર્તાઓની ઘણી જ મહેનત છે તથા પ્રજાનાં આશીર્વાદ છે. આ ઉપરાંત નરેન્દ્ર ભાઇનાં નામ અને કામ તથા અમિત શાહનાં નામ અને કામ આ સાથે અમારી સરકારની કામગીરી પણ છે. ખેરાલુનાં ખૂબ ખૂબ આભાર માનું છું. ખેરાલુની એક પેટાચૂંટણીની જવાબદારી મને સોંપવામાં આવી હતી. તેમાં અમે જીત્યા છે. તેની મને પણ ખુશી છે અને કાર્યકર્તાઓને પણ ખુશી છે. અમે જીતની શરૂવાત કરી દીધી છે.’
હાલ રાધનપુર અને બાયડમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બંન્નેમાં કૉંગ્રેસનાં આયાતી ઉમેદવારો ભાજપમાંથી ઉભા રહ્યાં હતાં. રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોર અને બાયડમાંથી ધવલસિંહ ઝાલા આ બંન્ને જણ હાલ પાછળ ચાલી રહ્યાં છે. મહત્વનું છે કે હવે મતગણતરી વધારે બાકી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.