મને કોઈએ કહ્યુ હતું કે, રાહુલ ગાંધી સાથે વાત કરશો તો પરેશાનીમાં મુકાશોઃ ઉદ્યોગપતિ રાજીવ બજાજ

કોરોના કાળમાં રાહુલ ગાંધી અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો સાથે ઈકોનોમી અંગે ચર્ચા કરી રહ્યા છે.

આજે તેમણે બજાજ ઓટોના એમડી અને જાણીતા ઉદ્યોગપતિ રાજીવ બજાજ સાથે વાતચીત કરી હતી.આ દરમિયાન રાજીવ બજાજે ઘટસ્ફોટ કર્યો હતો કે, મને રાહુલ ગાધી સાથે વાત નહી કરવા માટે સલાહ અપાઈ હતી.

રાજીવ બજાજે રાહુલ ગાધીને કહ્યુ હતુ કે, જ્યારે મેં કોઈને કહ્યુ કે હું રાહુલ ગાંધી સાથે વાત કરવાનો છું ત્યારે તે વ્યક્તિનુ પહેલુ રિએક્શન હતુ કે, વાત ના કરતા, તમને હેરાનગતિ થઈ શકે છે.મીડિયામાં બોલવુ અલગ છે અને રાહુલ ગાંધી સાથે વાત કરવી એ અલગ બાબત છે.

રાહુલ ગાંધીએ પણ તેમની વાતને સમર્થન આપતા કહ્યુ હતુ કે, મારા મિત્રને જ્યારે ખબર પડી કે હું રાજીવ બજાજ સાથે વાત કરવાનો છું ત્યારે મારા મિત્રે કહ્યુ હતુ કે, સારુ છે, એ વ્યક્તિમાં તમારી સાથે વાત કરવાની હિંમત છે.

રાજીવ બજાજે દેશના માહોલ અંગે કહ્યુ હતુ કે, આપણે ત્યાં 100 લોકો બોલવાથી ડરે છે અને તેમાંથી 90 ટકા પાસે છુપાવવા જેવુ કશું હોતુ નથી.મારા પિતાની જેમ બોલવાનુ જોખમ બહુ ઓછા લોકો ઉઠાવી શકે છે.ઉદ્યોગપતિ પણ દુધના ધોયેલા નથી પણ બધા સરખા નથી હોતા તે હકીકત છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.