ભારત સરકારે ઈકોનોમીને મહત્વ આપવાની જગ્યાએ માનવ જિંદગીઓને બચાવવા માટે લોકડાઉન કરી દીધુ છે ત્યારે બ્રિક્સ સંગઠનમાં ભારતના સાથીદાર બ્રાઝિલે ઉલટુ વલણ અપનાવ્યુ છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ તો સંવેદનહીન કહેવાય તેવુ નિવેદન આપતા કહ્યુ છે કે, મને માફ કરજો પણ કેટલાક લોકો તો મરવાના છે. તેઓ મરશે પણ તમે એક કારની ફેક્ટરીને એટલા માટે બંધ ના
બ્રાઝિલના સાઓ પાઉલોને દેશનુ પાવર હાઉસ ગણવામાં આવે છે. આ શહેરમાં કોરોનાના 1233 દર્દીઓ સામે આવ્યા છે. 68 લોકોના મોત થયા છે પણ બ્રાઝિલે લોકડાઉન જાહેર કર્યુ નથઈ. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ જોકે આ સંખ્યા પણ શંકા જાહેર કરી છે.
આ મુદ્દે સાઓ પાઉલોના ગર્વનર અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ વચ્ચેના મતભેદો પણ સપાટી પર આવી ચુક્યા છે. ગર્વનર રાષ્ટ્રપતિ પર ખોટી જાણકારી આપવાનો આરોપ લગાવી ચુક્યા છે.બોલ્સનારો બ્રાઝિલ કેન નોટ સ્ટોપનો નારો આપી ચુક્યા છે. જે દર્શાવે છે કે, કોરોનાના કારણે લોકડાઉન કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.