મંઝીલ પહેલા મોત આંબી ગયુ, શ્રમિક ટ્રેનોમાં 80 મુસાફરોના મોત

કોરોનાના કારણે લોકડાઉન વચ્ચે મજૂરોને ઘરે પહોંચાડવા માટે 3840 ટ્રેનો ચલાવી છે અને તેના થકી 50 લાખ મજૂરોને ઘરે પહોંચાડયા છે.

જોકે કેટલાક કમનસીબો એવા છે જેઓ ટ્રેનમાં બેઠા પછી પણ ઘરે પહોંચી શક્યા નથી. એક અખબારે રેલવે પ્રોટેક્શન ફોર્સના હવાલાથી પ્રસિધ્ધ કરેલા અહેવાલ પ્મરાણે 9 થી 70 મે સુધી ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા 80 લોકોના મોત થયા છે.

બીજી તરફ લેવેનુ કહેવુ છે કે, આ પૈકીના મોટાભાગના ગંભીર બીમારીથી પિડાતા હતા. તેઓ સારવાર માટે શહેરમાં ગયા હતા અને લોકડાઉનના કારણે ફસાઈ ગયા હતા. સ્પેશ્યલ ટ્રેનો શરુ થયા બાદ તેઓ ઘરે રવાના થઈ રહ્યા હતા. સાથે સાથે એવા પણ સંખ્યાબંધ બનાવો બન્યા છે જેમાં કોઈની તબિયત ખરાબ થઈ હોય તો ટ્રેન રોકીને તેવા વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે પહોચાડાયા હોય.

જોકે સાથે સાથે આરપીએફનુ કહેવુ છે કે, આ એક પ્રાથમિક યાદી છે. અંતિમ યાદી રાજ્ય સરકાર સાથે સંકલન કર્યા બાદ તૈયાર થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.