- MNS પ્રમુખ રાજ ઠાકરે હવે કોંગ્રેસના રસ્તે નીકળી પડ્યા છે. તેમણે પોતાના કાકા બાળ ઠાકરેની પણ પ્રેરણા લીધી છે. રાજ ઠાકરેએ પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને અધિકૃત રીતે પાર્ટીમાં લોન્ચ કરી દીધા છે. આજે પાર્ટીના પહેલા મહાઅધિવેશનમાં નવો ભગવો ઝંડો લોન્ચ કર્યો. ભગવા ઝંડા પર શિવાજી મહારાજની કાલની મુદ્રા પ્રિન્ટ છે. આ અગાઉ રાજ ઠાકરેની પાર્ટીમાં ચાર રંગોનો ઝંડો હતો. જેમાં ભગવો, નીલો, સફેદ અને લીલો રંગ હતો. હવે એમએનએસ ભગવા રંગમાં રંગાઈ છે.
બાળ ઠાકરેની જયંતીના અવસરે આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં તેમને યાદ કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના હિન્દુત્વના રસ્તે નીકળી પડી છે. મરાઠીના મુદ્દા સાથે રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં હિન્દુત્વની રાજનીતિનો ચહેરો બનવા જઈ રહ્યાં છે.
અત્રે જણાવવાનું કે રાજ ઠાકરે વીર સાવરકર મુદ્દે મૌન જ રહ્યાં છે જ્યારે શિવસેના હંમેશા સાવરકરનું સમર્થન કરતી આવી છે. એવામાં મનાય છે કે ભાઈ ઉદ્ધવ જોડે હિન્દુત્વના મુદ્દાની સાથે સાથે રાજ ઠાકરે સાવરકર મુદ્દાને પણ પડાવવાના મૂડમાં છે.
એનડીએ સાથે નાતો તોડીને જ્યારે શિવસેનાએ મહારાષ્ટ્રમાં શરદ પવારની પાર્ટી એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહાવિકાસ આઘાડીની ત્રણ પક્ષોની ગઠબંધન સરકાર બનાવી છે. ત્યારબાદથી જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાની હિન્દુત્વવાળી કટ્ટર છબીને લઈને રાજકીય ઘમાસાણ છેડાઈ ગયુ છે. આવામાં શિવસેનાને સોફ્ટ હિન્દુત્વ અપનાવતું જોઈને રાજ ઠાકરેની પાર્ટી કટ્ટર હિન્દુત્વ અને મરાઠી માણુસની રાજનીતિ પર લાગી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.