અનુરાગ શ્રીવાસ્તવ, ભોપાલ : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ની કમલનાથ સરકાર પર મંગળવાર રાત્રે સંકટના વાદળ ઘેરતા જોવા મળ્યા. અહેવાલ સામે આવ્યા કે કૉંગ્રેસ (Congress)ના કદાવર નેતા અને આદિવાસી ધારાસભ્ય બિસાહુલાલ સિંહ સહિત લગભગ 8 ધારાસભ્ય બીજેપીના નેતાઓની સાથે ગુરુગ્રામની એક હોટલમાં પહોંચ્યા છે. કૉંગ્રેસના ધારાસભ્યોની સાથે બીએસપીની ધારાસભ્ય રામબાઈ પણ હોવાના અહેવાલ આવ્યા. મોડી રાત્રે કમલનાથ સરકાર (Kamal Nath Government)ના બે મંત્રી જયવર્ધન સિંહ (Jayawardhan Singh) અને જીતૂ પટવારી (Jeetu Patwari) ગુરુગ્રામ પહોંચી ગયા.
દિગ્વિજય સિંહ પણ હોટલ પહોંચ્યા જ્યાં હોટલમાં પ્રવેશને લઈને તેમની હોટલ મેનેજમેન્ટ સાથે ઘણી માથાકૂટ થઈ હતી. ત્યારબાદ એક તસવીરમાં મંત્રી જયવર્ધન સિંહ, બસપા ધારાસભ્ય રામબાઈની સાથે આવતા જોવા મળ્યા. કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે બીજેપીના નેતાની સાથે કૉંગ્રેસ ધારાસભ્ય બિસાહુલાલ સહિત અને કૉંગ્રેસના ધારાસભ્યોને બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. કૉંગ્રેસે બીજેપી પર કૉંગ્રેસ ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ કરવાનો આરોપ લગાવ્યો છે.
દિગ્વિજય સિંહે બીજેપી પર સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો. હરિયાણામાં બીજેપીની સરકાર હોવાના કારણે બીજેપીના નેતાઓએ આ હોટલને પસંદ કરી. આ અહેવાલ સામે આવ્યા બાદ રાજકીય હોબાળો શરૂ થઈ ગયો અને ભોપાલથી લઈને દિલ્હી અને ગુરુગાંવમાં હોબાળો શરૂ થઈ ગયો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.