મધ્યપ્રદેશમાં સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય વિજય ચૌરેનુ ભાજપ નેતાઓની વિરૂદ્ધ ખૂબ જ આપત્તિજનક નિવેદન ,કહ્યું ખાલ ઉતારી નાખશું ભાજપની

મધ્યપ્રદેશમાં સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય વિજય ચૌરે ભાજપ નેતાઓની વિરૂદ્ધ ખૂબ જ આપત્તિજનક નિવેદન આપ્યું છે. સૌસર સીટ પરથી ધારાસભ્ય વિજય ચૌરે પાર્ટી નેતાઓની એક બેઠકમાં કહ્યું કે જો કોઇ ભાજપ નેતાએ કોંગ્રેસના કોઇ કાર્યકર્તા પર આંગળી ઉઠાવી તો અમે તેમની ખાલ ઉતારી નાંખવામાં કોઇ કસર છોડીશું નહીં. કોંગ્રેસના નેતાના આ વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે.

છિંદવાડા જિલ્લાના સૌસરથી કોંગ્રેસના ધારાસભ્ય વિજય ચૌરે કહ્યં કે ભાજપના લોકો જે દિવસે કોંગ્રેસના કોઇ કાર્યકર્તા પર આંગળી ઉઠાવાનો પ્રયાસ કરશે કે તેમના વાળને હાથ લગાવાનો પ્રયાસ કરશે તો આ મંચ પરથી જાહેરમાં કહું છું કે અમે તેમના છોતરા ઉતારી નાંખવામાં કોઇ કસર છોડીશું નહીં. કોંગ્રેસ ધારાસભ્યના આ નિવેદન બાદ મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો આવાની સંભાવના છે.

આપને જણાવી દઇએ કે મધ્યપ્રદેશના રાજગઢમાં થોડાંક દિવસ પહેલાં સંશોધિત નાગરિકતા કાયદાના સમર્થનમાં ભાજપના પ્રદર્શન દરમ્યાન એક મહિલા અધિકારી પ્રદર્શનકારીઓનો કોલર પકડીને તેને મારતા દેખાયા હતા. આ દરમ્યાન તેમની સાથે અસભ્યતા ભર્યું વર્તન પણ કર્યું. ભીડમાં કોઇ પ્રદર્શનકારીએ મહિલા અધિકારીના વાળ ખેંચી નાંખ્યા હતા. આ આખા મામલાને લઇ ભાજપ આક્રમક થઇ ગઇ હતી. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભાજપ કાર્યકર્તાઓ પર બળપ્રયોગનો આરોપ મૂકતા કહ્યું હતું કે કમલનાથ સરકાર નાગરિકોને દબાવા માટે ઓફિસરોનો સહારો લઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.