હૈકર્સ ઘણા સમયથી ભારતીય ઈન્ટરનેટ યુઝર્સને પોતાનો નિશાનો બનાવી રહ્યા છે. ગત કેટલાક દિવસોમાં તેમાં સ્પીડ આવી છે. હવે હૈકર્સે દાવો કર્યા છે કે તેણે પેમેન્ટ એર મોબિક્વિક (Mobikwik)ના કરોડો ભારતીય યુઝર્સનો ખાનગી ડેટા હેક કર્યો છે.
આ એપમાં દર રોજ 10 લાખથી વધારે લેવળદેવણ કરવામાં આવે છે. હાલના સમયમાં આ એપથી 30 લાખથી વધારે ધંધાદારીઓ જોડાયેલા છે. ત્યારે આના ઉપભોક્તાઓની સંખ્યા 12 કરોડથી વધારે છે
હૈકર ગ્રુપ જોર્ડનેવનએ ડેટાબેસના લિંક ભારતીય સમાચાર એજન્સી પીટીઆઈને પણ ઈમેલ કર્યો છે. આ ગ્રુપે કહ્યું કે આનો ઈરાદો આ ડેટાનો ઉપયોગ કરવાનો નથી. ગ્રુપનું કહેવું છે કે આનો ઈરોદો ફક્ત કંપનીઓ પાસે પૈસા લેવાનું છે.
જોર્ડનેવને મોબિક્વિકના સંસ્થાપક બિપીન પ્રીત સિંહ અને મોબિક્વિકના સીઈઓ ઉપાસાન તાકુનું વિવરણ પણ ડેટાબેસ સાથે શેર કર્યુ છે. જો કે મોબિક્વિકે હૈકર્સના દાવાને ખોટો ગણાવ્યો છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમે ડેટા સિક્યોરિટીને ઘણી ગંભીરતાથી લઈએ છીએ.
માન્ય ડેટા સુરક્ષા કાયદાનું સંપુર્ણ પાલન કરીએ છીએ. ત્યારે હૈકર્સ ગ્રુપે મોબિક્વિક ક્યૂઆર કોડના ફોટા સાથે પોતાના ગ્રાહકને જાણવા માટે ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો પણ અપલોડ કર્યા છે. મોબિક્વિક હેકરનું કહેવું છે કે આ વિશે આ સંબંધિત અધિકારીઓની સાથે કામ કરી રહ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.