મોબાઈલ પર કોલ કરીને છોકરીઓની છેડતી કરવા મામલે અમદાવાદ પ્રથમ, બીજા ક્રમે સુરત

9 માસમાં અમદાવાદમાં સૌથી વધુ 648, સુરતમાં 281 અને વડોદરામાં 262 ફોન કોલ અભયમને મળ્યા છે. છેલ્લા 9 માસમાં વડોદરામાંથી મોબાઈલ કોલથી પજવણી કે બ્લેકમેઈલ કરવાની 181 મહિલા સુરક્ષા હેલ્પલાઈન અભયમની એક્શન ડેસ્કને અમદાવાદમાં સૌથી વધુ 648 અને સુરતમાંથી 281 ફરિયાદો મળી હતી. જ્યારે 262 ફરિયાદો ટેલિફોન સ્ટોકિંગમાં વડોદરા રાજ્યમાં ત્રીજા ક્રમે છે.

181 મહિલા સુરક્ષા હેલ્પ લાઈનની મુશ્કેલીની સમયે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ મદદ મેળવી રહી છે. પણ ઈન્ટરનેટ યુગમાં મોબાઈલ ફોનનો વપરાશ વધી જતાં હવે મોબાઈલ ફોન દ્વારા કોલ કરીને મહિલાઓ અને યુવતીઓને પજણી કે બ્લેકમેઈલ કરવાના બનાવો પણ વધી રહ્યા છે. મોબાઈલ દ્વારા પજવણી થવાથી પીડિતા પોતાની વ્યથા કોઈને કહી શકતી નથી જેથી સામેની વ્યક્તિ ગેરલાભ ઉઠાવે છે.

ટેલિફોન રોમિયા અને વિકૃત માનસિકતા ધરાવતાં વ્યક્તિઓ દ્વારા થતી પજવણીથી મહિલાઓને મુક્તિ અપાવવા અમદાવાદ પાસે કઠવાડામાં 181 અભયમ એક્શન ડેસ્ક શરૂ થયો છે. જેમાં તાલિમબદ્ધ કાઉન્સિલરો અને પોલીસને ફરજ સોંપાઈ છે. જે આવી ફરિયાદો મળતાં જ તરત જ એક્શન લે છે. ડેસ્ક દ્વારા પીડિતા પાસેથી માહિતી મેળવી હેરાન કરનારા શખ્સની તપાસ થાય છે. અભયમને મળેલાં આવા કેસોમાંથી 95 ટકા કેસો હલ કર્યા છે. એક્શન ડેસ્કને સપ્ટેમ્બર સુધી 2818 ફરિયાદ મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.