મોબાઈલ ગેમર્સ માટે આ ખરાબ સમાચાર સાબિત થઈ શકે છે અને બેટલગ્રાઉન્ડ ઈન્ડિયા મોબાઈલ ઈન્ડિયા એટલે કે BGMI ગુગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોરથી હટાવી લેવામાં આવી છે. મતલબ તેને હાલ એન્ડ્રોઈડ અને ISO યુઝર્સ પોતાના ફોન પરથી ડાઉનલોડ કરી શકશે નહીં. મતલબ છે કે ભારતમાં PUB G મોબાઈલ પર પ્રતિબંધ લગાવ્યા બાદ આ ગેમને લોન્ચ કરવામાં આવી હતી. ગુગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોરથી એકસાથે આ એપનું ગાયબ થવું ઘણા સવાલ ઊભા કરી રહ્યા છે. શું કંપની કોઈ મોટું અપડેટ લઈને આવશે કે પછી આ ગેમને PUB Gની જેમ ભારતમાં બેન કરી દેવામાં આવશે.
જોકે થર્ડ પાર્ટી APK વેબસાઈટથી હજુ પણ તેને ડાઉનલોડ કરવામાં આવી શકે છે. પરંતુ આઈફોનમાં તેને કોઈ પણ રીતે ડાઉનલોડ કરી શકાય તેમ નથી અને BGMI પણ તે ક્રાફ્ટોન ઈન્ક નામની કંપની હેઠળ આવે છે જેના હેઠળ PUB G ઈન્ડિયા આવે છે અને રસપ્રદ વાત એ છે કે હાલમાં જ સાઉથ કોરિયન કંપની ક્રાફ્ટોને કહ્યું છે કે કંપનીએ ભારતમાં અત્યાર સુધીમાં 100 મિલિયન ડોલર્સથી પણ વધારેનું રોકાણ કર્યું છે તેમજ આવનારા સમયમાં કંપની ભારતમાં 140 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે.
ભારતમાં આ કંપની માત્ર ગેમિંગ સેક્ટર નહીં પરંતુ બીજા સેક્ટર્સમાં પણ હાથ અજમાવવા ઈચ્છે છે અને BGMIના મોટાભાગના ફીચર્સ પણ PUB G મોબાઈલ જેવા જ છે. કેટલાંક મેપ્સ પણ પબજી મોબાઈલ વાળા જ છે. PUB G મોબાઈલના ગેપને ભારતમાં આ ગેમે સારી રીતે પૂરો કર્યો છે અને અસલમાં સાઉથ કોરિયન કંપની ક્રાફ્ટોન ઈન્કની જ આ બંને ગેમ છે. જોકે PUB G મોબાઈલની પબ્લિશર ચીની કંપની ટેન્સેન્ટ હતી, આથી PUB G મોબાઈલ ઈન્ડિયાને મોબાઈલ ડેટા પ્રાઈવસીનો હવાલો આપી સરકારે તેની પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
ભારતમાં BGMI લોન્ચ થતા જ હીટ થઈ ગઈ હતી અને હાલમાં સમયમાં તે ભારતની સૌથી વધારે ડાઉનલોડ થનારી મલ્ટીપ્લેયર બેટલ મોબાઈલ ગેમ બની ગઈ છે અને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાના ગુગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોરમાંથી ગાયબ થતા જ ટ્વિટર પર ગેમર્સ કોમ્યુનિટી અલગ અલગ રીતના ક્યાસ લગાવી રહ્યા છે. કેટલાંક માની રહ્યા છે કે આ ભૂલથી થયું છે. તો કેટલાંક કહી રહ્યા છે કે સરકાર હવે તેની પર પણ પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. હજુ એ ક્લિયર નથી થયું કે શા માટે પ્લે સ્ટોરમાંથી કેમ ગેમ દેખાતી નથી તેમજ કંપની તરફથી પણ હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.