મોડાસાના શાયરામાં થોડા દિવસો પહેલા એક યુવતીની લાશ વૃક્ષ પરથી લટકેલી હાલતમાં મળી આવી હતી. લાશ મળી તે પહેલા યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં યુવતીના અપહરણ બાબતે અરજી કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ ન કરવામાં અપહરણની અરજીના બે દિવસ પછી યુવતીની લાશ વૃક્ષ પરથી લટકેલી હાલતમાં મળી હતી. યુવતીની લાશ મળ્યા પછી પીડિતાના પરિવારજનો સહિત સમાજના લોકોએ ચાર લોકો સામે બળાત્કાર અને હત્યાની ફરિયાદ નોંધવાની માગ સાથે પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરીને વિરોધ નોંધાવ્યો હતો.
આ મામલે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાને માહિતી મળતા તેમના દ્વારા PI એન.કે.રબારીને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા અને સમગ્ર મામલે તપાસ CID ક્રાઈમના DIG ગૌતમ પરમારના નેતૃત્વમાં SP વીરેન્દ્ર યાદવ, DySP અશ્વિન પરમારમને સોંપવામાં આવી હતી. CID ક્રાઈમની તપાસ દરમિયાન આ મામલે એક નવો ખુલાસો થયો હતો. CID ક્રાઈમના અધિકારીઓએ આરોપી બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારને કોર્ટમાં રજૂ કરીને કોર્ટમાં જણાવ્યું હતું કે, આરોપી બિમલ ભરવાડ અને પીડિતા વચ્ચે 18 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન 214 વખત ફોનમાં વાતચીત થઇ હતી. આ સાથે-સાથે કોર્ટમાં CID ક્રાઈમે આરોપી અને પીડિતા વચ્ચે શું સંબંધ હતા તે જાણવા માટે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તેની સામે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.