કોરોના વાઈરસની મહામારી મુદ્દે કેન્દ્ર સરકારની ટીમોને લઈને પ. બંગાળમાં રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય ટીમોએ કહ્યું છે કે, મમતા બેનરજી સરકાર કોરોનાના દર્દીઓ અને આરોગ્ય સંસાધનોની સાચી માહિતી આપી નથી રહી. ભાજપ સાંસદોએ પણ રાજ્ય સરકાર પર ખોટા આંકડા આપીને મહામારીની ગંભીરતા છુપાવવાનો આરોપ લગાવ્યો છે.
મમતાએ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો આ આરોપ પર પલટવાર કરતા પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે, કોવિડ-19ની સ્થિતિનું આકલન કરવા માટે બંગાળની મુલાકાત કરનારી ટીમોનો હેતુ રાજકીય વાઈરસ ફેલાવવાનો છે. મમતાએ ટીમ મોકવાના નિર્ણય વખતે કહ્યું હતું કે, હું વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને અપીલ કરું છું કે, કેન્દ્રીય ટીમ મોકલવાનું કારણ જણાવે, ત્યાં સુધી આ દિશામાં કોઈ પગલું નહીં લેવાય.
તૃણમૂલ સરકાર પર આંકડા છુપાવવાનો આક્ષેપ પ. બંગાળમાં કોવિડ-19ની સ્થિતિની મસીક્ષા કરવા પહોંચેલી કેન્દ્રીય ટીમે મમતા સરકારને પત્ર લખીને ઉત્તર બંગાળમાં લૉકડાઉનનું કડક પાલન કરાવવાની અપીલ કરી હતી. હાલ અહીં બે કેન્દ્રીય ટીમ છે. એક ટીમ કોલકાતા અને બીજી ઉત્તર બંગાળના સિલિગુરીના પ્રવાસે છે. કેન્દ્રીય ટીમના અધિકારીએ કહ્યું કે, રાજ્યને ચાર પત્ર લખાયા છે, પરંતુ કોઈ જવાબ નથી મળ્યો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી દેવશ્રી ચૌધરી સહિત રાજ્યના ભાજપ સાંસદોએ તૃણમૂલ સરકાર પર ખોટા આંકડા જણાવીને સ્થિતિની ગંભીરતા છુપાવવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે, તૃણમૂલના નેતા સતત લૉકડાઉનના નિયમોનો ભંગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.