ગુજરાત પોલીસના સાયબર ગુનાઓ અટકાવવાના બે પ્રોજેકટના લોન્ચિગ સમયે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડીએ કાયદો વ્યવસ્થા મામલે કડક હાથે કામ લઈ માફીયાઓ, ખંડણીખોરો અને અસામાજીક તત્ત્વો વિરૂધ્ધ કામ કરી પોલીસનું મનોબળ વધાર્યું અને તેના જ કારણે ગુજરાતમાં આ જોડીએ કોમી તોફાનો બંધ કરાવ્યા છે.
સાયબર સુરક્ષા મામલે ગુજરાત પોલીસને વધુ સજ્જ કરવા આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેકટના લોંચિગ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં વિકાસના નવા સીમાચિન્હો સર થયા છે અને ગુજરાત વિકાસ મામલે દેશનું રોલ મોડેલ બન્યું છે જેના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતિ રહેલી છે કેમકે ભુતકાળમાં કોંગ્રેસના શાસનમાં રાજયની કાયદો વ્યવસ્થાની સ્થિતિના લીરાં ઉડી ગયા હતા.
માફીયાઓ, ખંડણીખોરો અને અસામાજીક તત્ત્વોની રંઝાડ વધી ગઈ હતી પરંતુ ર001થી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી તેમની અને અમિતભાઈની જોડીએ આવા તત્ત્વો સામે કડક હાથે કામ લઈ પોલીસનું મનોબળ વધાર્યુ અને તેના જ કારણે આજે ગુજરાતમાં કોમી તોફાનો બંધ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.