ફલાઈટમાં પેપર વકઁ કરતાં દેખાયા મોદી.. લોકોએ કહ્યું જો જમીન પર કામ કર્યું હોત તો….

પ્રધાનમંત્રી મોદી પોતાના ત્રણ દિવસીય પ્રવાસ છે. અમેરિકા પહોંચ્યા છે આ દરમિયાન તેઓ કવાડનાં નેતાઓ સાથે શિખર સંમેલનમાં ભાગ લે છે.અને સંયુકત રાષ્ટ્ર મહાસભાની ૭૬માં સત્રને સંબોધન કરશે. પોતાની યાત્રા દરમિયાન પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે.

પીએમ મોદીએ ફાઈલોમાં જોતા એક તસ્વીર શેર કરી હતી. જેની સાથે તેમણે લખ્યુ હતું કે, લાંબી ઉડાનનો અર્થ પેપર્સ અને અમુક ફાઈલ વર્કનું કામ કરવાનો મોકો મળે છે. તેમની આ તસ્વીર સો. મીડિયા પર વાયરલ થવા લાગી હતી. અમુક લોકો તેમના આ કામના વખાણ કરી રહ્યા છે, જ્યારે અમુક લોકો તેની ટીકા કરી રહ્યા છે.

પૂર્વ આઈએએસ સૂર્ય પ્રતાપ સિંહે તેમની આ તસ્વીર શેર કરતા તેમની બાજૂમાં રાખેલા એક બેગમાં લાગેલા તાળા પર કટાક્ષ કરતા લખ્યુ કે, અલીગઢવાળુ તાળુ પણ અમેરિકાના પ્રવાસે. @imflura ટ્વિટર હેંડલથી લખાયુ છે કે, જો જમીન પર કામ કર્યું હોત તો આજે હવામાં કામ કરવાની જરૂર ન પડતી.

કોંગ્રેસની નેતા રાધિકા ખેડા લખે છે કે, સર, સર આપ કોંગ્રેસના નેતાથી કેટલા obsessed છો. ફોટો તો ઓરિજિનલ પોઝમાં ખેંચાવો છો. મર જવાન, મર કિસાનની વિચારધારા પર ચાલનારા મોદીજી…પૂર્વ પ્રધાનમંત્રી, કોંગ્રેસ નેતા શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીના ફોટોની નકલ કરી રહ્યા છો. તો વિચારોની પણ કોપી કરો. જય જવાન, જય કિસાન. કોંગ્રેસ નેતા શ્રીનિવાસે આ તસ્વીર શેર કરતા લખ્યુ છે કે, હવે શું વેચવાના છો.

આ બાજૂ ભાજપના નેતાઓ અને મંત્રીઓએ આ તસ્વીર શેર કરતા લખ્યુ છે કે, પ્રધાન સેવકનું આ કામ જોઈને આપણને બધાને ગર્વ થઈ રહ્યો છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=72s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.