ચીન સાથે તણાવભરી પરિસ્થિતિની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેહ પહોંચ્યાં છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ હાજર છે. મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ 14 કોર્પ્સના અધિકારીઓ સાથે વાત કરી. આ ઉપરાંત CDS બિપિન રાવત સાથે મળી વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન નોર્થન આર્મી કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ વાઇકે જોશી, લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ પણ હાજર રહ્યાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જવાનોને કરી રહ્યાં છે સંબોધન
લેહમાં જવાનોની વચ્ચે પીએમ મોદી હાલમાં સંબોધન કરી જવાનોનો જુસ્સો વધારી રહ્યાં છે. જવાનોનું શોર્ય અને સમર્પણ અતુલનીય છે. જવાનોની વચ્ચે પીએમ મોદી હાલમાં સંબોધન કરી જવાનોનો જુસ્સો વધારી રહ્યાં છે. કઠીન ઉંચાઈ પર દેશના આ જવાનો મા ભોમની ઢાલ બની રહ્યાં છે. જવાનોની ઇચ્છા શકિત અટલ છે. હાલમાં તમે અને તમારી સાથીઓ એ જે વિરતા બતાવી છે. જેને પગલે પૂરી દુનિયામાં સંદેશો ગયો છે. તમે છો તો હું નહીં પૂરા દેશને ચિંતા નથી. લેહમાં ભારત માતાકી જય સાથે પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરી છે. લેહમાં જવાનોનું શોર્ય અને સમર્પણ અતુલનીય છે.
તમારા હાથ હિમાલયની ચટ્ટાનો જેવા વિશાળ છે. તમારી ઈચ્છા શક્તિ આસપાસના પર્વતોથી પણ અટલ છે. આજે તમારા વચ્ચે આવીને હું એવું ફિલ કરી રહ્યો છું. સાક્ષાત તમને જોઈ રહ્યો છું. જ્યારે દેશની રક્ષા તમારા હાથમાં છે. તમારા મજબૂત ઈરાદામાં છે તો એક અતૂટ વિશ્વાસ છે. ફક્ત મને જ નહીં સંપૂર્ણ દેશને અતૂટ વિશ્વાસ છે અને દેશ નિશ્ચિંત પણ છે. તમે જ્યારે સરહદ પર છો ત્યારે દેશવાસીઓને દેશ માટે દિનરાત કામ કરવા માટે પ્રેરિત કરે છે.
વડાપ્રધાન મોદી આજે અચાનક લેહ પહોંચતા જ ચીનને પેટમાં ચૂંક ઉપડી
વડાપ્રધાન મોદી આજે અચાનક લેહ પહોંચતા જ ચીનને પેટમાં ચૂંક ઉપડી છે. પીએમ મોદીની આ મુલાકાતથી ચીનને કડક સંદેશો પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે જ ચીનના વિદેશ મંત્રાલયે આ મુલાકાતને લઈને નિવેદન આપ્યું છે. ચીને કહ્યું કોઈ પણ પક્ષ એવું કોઈ પગલું ન ભરે જેનાથી વાતાવરણ વધુ તણાવજનક બને. એક બ્રીફિંગ કરતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયાને કહ્યું કે ભારત અને ચીન સતત સૈન્ય અને ડિપ્લમેટિક વાતચીતથી બોર્ડર પરના તણાવને દૂર કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. એવામાં કોઈ પણ પાર્ટી એવું કંઈ જ ન કરવું જોઈએ જેનાથી બોર્ડર પર તણાવ ઊભો થાય.
વડાપ્રધાન મોદી આજે અચાનક લેહ પહોંચતા જ ચીનને પેટમાં ચૂંક ઉપડી, કહ્યું કે, કોઈ પક્ષ એવું ન કરે જેથી
વડાપ્રધાન મોદી આજે અચાનક લેહ પહોંચતા જ ચીનને પેટમાં ચૂંક ઉપડી છે. પીએમ મોદીની આ મુલાકાતથી ચીનને કડક સંદેશો પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે જ ચીનના વિદેશ મંત્રાલયે આ મુલાકાતને લઈને નિવેદન આપ્યું છે. ચીને કહ્યું કોઈ પણ પક્ષ એવું કોઈ પગલું ન ભરે જેનાથી વાતાવરણ વધુ તણાવજનક બને. એક બ્રીફિંગ કરતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયાને કહ્યું કે ભારત અને ચીન સતત સૈન્ય અને ડિપ્લમેટિક વાતચીતથી બોર્ડર પરના તણાવને દૂર કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. એવામાં કોઈ પણ પાર્ટી એવું કંઈ જ ન કરવું જોઈએ જેનાથી બોર્ડર પર તણાવ ઊભો થાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જવાનોને સંબોધન કરી રહ્યાં છે
– લેહ-લદ્દાખથી લઇ ગલવાન સુધી દરેક જગ્યાએ પરાક્રમની સાક્ષી પુરે છે
– ભારતીય સેનાની શૌર્ય ગાથા દરેક ઘરમાં ગુંજી રહીં છે
– કઠીન ઉંચાઈ પર દેશના આ જવાનો મા ભોમની ઢાલ બની રહ્યાં છે
– ગલવાન ઘાટી અમારી, લદ્દાખ અમારા માન સન્માનનું પ્રતિક
– જવાનોના સિંહનાદથી ધરતી જય જયકાર કરી રહ્યાં
– તમારી ભૂજાઓ પર્વત કરતા પણ મજૂત
– ભારતની રક્ષા માટે સેનાનું સમર્પણ બેજોડ, તમારી ઇચ્છાશક્તિ આસ-પાસના પર્વતો જેટલી ઉંચી છે
– આજે ગલવાન ખીણમાં શહીદ થયેલા વીર જવાનોને ફરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.