ચીનમાં, કોરોના વાયરસની અસર સતત વધી રહી છે. ચીનની સાથે તેની અસર વિશ્વના અન્ય દેશોમાં પણ પહોંચી રહી છે. આ બધાની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખીને કોઈ મદદની ઓફર કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયનો જવાબ પીએમ મોદીના પત્ર પર આવ્યો છે અને તેમણે આ ઓફરને ભારત અને ચીન વચ્ચેની ગાઢ મિત્રતાની પ્રતીક ગણાવી છે.
ચીનના વિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે, “અમે કોરોના વાયરસ માટે ભારત દ્વારા આપવામાં આવેલા સમર્થનનો આભાર માનીએ છીએ.” ભારતના આ કહેવાથી ચીન સાથેની તેમની ગાઢ મિત્રતા જોવા મળે છે. અમે ભારત અને વિશ્વના તમામ દેશો સાથે મળીને કામ કરવા તૈયાર છીએ, જેથી અમે આ વાયરસ સામે યુદ્ધ લડી શકીએ.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.