– આયુષ્યમાન ભારત અંતર્ગત 43 હજાર હેલ્થકેર સેન્ટર કાર્યરત
– દેશમાં 44,955 નવાં કેસ, વધુ 623નાં મોત : કુલ 14.77 લાખ દર્દીમાંથી 33,392નાં મૃત્યુ થયાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુંબઈ, કોલકાત્તા અને નોઈડાની હાઈટેક લેબનું ઉદ્ધાટન કર્યું હતું. આ લેબથી દેશમાં કોરોના ટેસ્ટિંગની ક્ષમતા વધશે. વડાપ્રધાને કહ્યું હતું કે આ લેબથી ભારતની કોરોના સામેની લડત વધારે મજબૂત બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી મુંબઈ, કોલકાત્તા અને નોઈડાની હાઈટેક લેબનું ઉદ્ધાટન કર્યું હતું. એ નિમિત્તે વિડીયો કોન્ફરન્સથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા.
મોદીએ કહ્યું હતું કે દેશના લોકોએ બહાદુરીથી કોરોના સામે લડત આપી છે. ભારતમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાયા હોવાથી કોરોના મુદ્દે ભારતની સિૃથતિ ધારણાં કરતાં વધારે ખરાબ થઈ નથી. મોદીએ કહ્યું હતું કે ભારતમાં રિકવરી રેટ દુનિયામાં સૌથી સારો છે અને મૃત્યુ દર પણ દુનિયાની સરખામણીમાં ખૂબ જ નીચો છે.
ગૃહ મંત્રી અમિત શાહે ત્રણ નવી હાઈટેક ટેસ્ટિંગ લેબના સંદર્ભમાં કહ્યું હતું કે આ લેબના કારણે દેશમાં કોરોના ટેસ્ટિંગની ક્ષમતા વધશે. કોરોના સામે લડવામાં આ હાઈટેક લેબ મદદરૂપ બનશે. અમિત શાહે કહ્યું હતું કે વડાપ્રધાનના સતત પ્રયાસોના કારણે દેશમાં કોરોનાની સિૃથતિ નિયંત્રણમાં રહી છે.
આરોગ્ય વિભાગના આંકડામાં દાવો કરાયો હતો કે મૃત્યુદર ઘટીને2.28 થઈ ચૂક્યો છે. ભારતમાં લોકો ઝડપથી સાજા થઈ રહ્યાં છે તેને આરોગ્ય વિભાગે સારી નિશાની ગણાવીને કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારોની અસરકારક કામગીરીના કારણે આ પરિણામ મળ્યું હોવાનું કહ્યું હતું.
દેશમાં નવાં 44,955 કેસ નોંધાયા હતા અને વધુ 623નાં મોત થયા હતા. એક જ દિવસમાં 50 હજાર કેસ નોંધાયા પછીના બીજા દિવસે કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. દેશમાં કુલ 14,77,728 કેસ નોંધાયા હતા અને કુલ 33392નાં મોત થયા હતા. 9.47 લાખ લોકો સાજા થયા હતા. એક જ દિવસમાં 33098 લોકો સાજા થઈને ઘરે ગયા હતા.
આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે દેશમાં આયુષ્યમાન ભારત અંતર્ગત આવતા 43022હેલૃથકેર સેન્ટર કાર્યરત થઈ ચૂક્યા છે અને એ કોરોના સામે સારવાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. બીજી તરફ ફ્રાન્સની એમ્બેસીએ કહ્યું હતું કે ફ્રાન્સથી ટેસ્ટ કિટ અને વેન્ટિલેટર્સનો જથૃથો 28મી જુલાઈએ ભારતમાં પહોંચી જશે. ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોને ભારતને આ મેડિકલ સાધનો ડોનેટ કરવાની જાહેરાત કરી હતી, તેના ભાગરૂપે મેડિકલ સાધનોનો જથૃથો ભારતમાં આવશે.
છત્તીસગઢમાં 6 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાયું
રાયપુર, તા. 27
છત્તીસગઢની રાજ્ય સરકારે કોરોનાના કેસ વધતા છ ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. છત્તીસગઢમાં 7,863 કેસ નોંધાયા છે અને 45નાં મોત થયા છે. જોકે, 5172ને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. છત્તીસગઢના રાયપુર, બિલાસપુર અને દૂર્ગમાં કોરોનાનો ફેલાવો વધતો જતો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું એક સરકારી નિવેદનમાં કહેવાયું હતું. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેબિનેટ બેઠક બોલાવી હતી. એ પછી લોકડાઉન લંબાવ્યાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.