મોદીનો ધારદાર પ્રહાર/ કોંગ્રેસ માટે જે લોકો મુસ્લીમ, તે અમારા માટે ભારતીય

સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી, કોંગ્રેસના નેતા વિપક્ષ અધિર રંજન સહિત આખા વિપક્ષને બરાબરનો ઝાટક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ અને રાહુલ ગાંધી પર ટીકા કરતા કેટલાક કટાક્ષ કર્યા હતા જેથી સંસદમાં હાસ્ય ફેલાયુ હતું.

રાષ્ટ્રપતિના અભિભાષણના જવાબની શરૂઆત કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરી અને પીએમ મોદી વચ્ચેની બહેસથી થઇ. પીએમ મોદીએ કહ્યું હતું કે, તમારા માટે ગાંધીજી ટ્રેલર છે અમારા માટે જિંદગી છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, કેટલાક લોકો કહી રહ્યાં છે કે, CAA લાવવાની આટલી બધી ઉતાવળ જ કેમ હતી. કેટલાક લોકો કહી રહ્યાં છે કે, અમે હિંદુ-મુસલમાન કરી રહ્યાં છીએ. અમે લોકોને વિભાજીત કરવા માંગીએ છીએ. જોરદાર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, જે લોકો અમારા પર આ પ્રકારના આરોપ લગાવી રહ્યાં છે તેઓ જ ટુકડે-ટુકડે સમુદાયના લોકોની સાથે છે. તેમની સાથે ફોટા પડાવી રહ્યાં છે. જ્યારે આ પ્રકારની ભાષા પાકિસ્તાનની છે. આ લોકોએ દેશના મુસલમાનોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે, પણ તેમનું ઇવેદન કામ ના આવ્યું. કોંગ્રેસ માટે તો જે લોકો મિસ્લીમ છે તે અમારા માટે હિંદુસ્તાની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.