“મોદી અને ગોડસેની વિચારસરણીમાં કોઈ અતંર નથી”- આવું કહી રાહુલ ગાંધીએ વાટયો ભાંગરો

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરૂદ્ધ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડની મુલાકાતે છે. વાયનાડમાં સંવિધાન બચાવો રેલીને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નાથુરામ ગોડસે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા એક જ છે. બંનેની વિચારધારામાં કોઇ અંતર નથી. બસ નરેન્દ્ર મોદીમાં એ કહેવાની હિંમત નથી કે તેઓ નાથુરામ ગોડસેમાં આસ્થા રાખે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુસ્તાનીઓને એ સાબિત કરવું પડી રહ્યું છે કે તેઓ ભારતીય છે. નરેન્દ્ર મોદી કોણ છે એ નક્કી કરનાર હું ભારતીય છું. તેમને આ લાઇસન્સ કોણે આપ્યું છે કે તેઓ નિર્ણય કરે કે કોણ ભારતીય છે કે કોણ નહીં? હું જાણું છું કે હું ભારતીય છું. મારે આ કોઇને સાબિત કરવાની જરૂર નથી.

રાહુલ ગાંધીએ રોજગાર અને અર્થતંત્રના મામલા પર પણ સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે શું તમે એ નોટિસ કર્યું કે જ્યારે પણ તમે નરેન્દ્ર મોદી સાથે બેરોજગારી અને નોકરીઓ અંગે પ્રશ્ન કરો છો તો તે ધ્યાન ભટકાવા લાગે છે. એનઆરસી અને સીએએ તમને નોકરીઓ આપવાનું નથી. જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ અને આસામ સળગતા લોકોને રોજગારી મળશે નહીં.

‘બીજા દેશ ભારત પર ઉઠાવી રહ્યા છે પ્રશ્ન’

રાહુલ ગાંધીએ કહ્યું કે બીજા દેશો કહી રહ્યા છે ભારતે પોતાનો રસ્તો ખોઇ દીધો છે. ભારત એક સમયમાં એ દેખાડતું હતું કે કેવી રીતે મહાન દેશ વ્યવહાર કરે છે. ભારતમાં અલગ-અલગ સંસ્કૃતિઓ છે, ધર્મ છે. બધા ધર્મોનો એક જ હેતુ છે. આજે લોકો કહી રહ્યા છે ભારત ખુદથી લડાઇ લડી રહ્યું છે. કુલબર્ગી અને ગૌરી લંકેશ જેવા વિચારકોને મારી નાંખવામાં આવી રહ્યા છે. મહિલાઓની સાથે રેપ થઇ રહ્યા છે. બેરોજગારી પોતાન ઉચ્ચતમ સ્તર પર છે. અર્થતંત્રની સ્થિતિ બગડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.