ભારત ચીનને ફરી એક મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે મળતા એક રીપોર્ટ અનુસાર, સરકાર ચીની સ્માર્ટફોનની કંપનીઓનાં 12,000 રૂપિયાથી ઓછી કિંમતનાં મોબાઈલ વહેંચવા પર રોક લગાવી શકે છે અને તેની પાછળનો ઇરાદો દેશી કંપનીઓને સમર્થન કરીને પ્રોત્સાહન આપવાનો છે.
ખાસ કરીને સરકાર Lava, Micromax અને બીજી ઘણી ભારતીય કંપનીને પ્રોત્સાહિત કરવા માંગે છે અને તમને જણાવી દઈએ કે હજુ પણ ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓનો બજેટ સેગ્મેન્ટ અને 15 હજાર રૂપિયા સુધીના સેગ્મેન્ટ પર દબદબો બનેલ છે.
એ રીપોર્ટ અનુસાર આ ચીની મોબાઈલ પર ben લગાવીને સરકાર ભારતીય સ્માર્ટફોન મેકર્સને મદદ કરવા માંગે છે અને મેડ ઈન્ડિયાને આગળ લઈ આવવા માંગે છે અને જો એવું થયું તો Xiaomi, Poco, Realme અને બીજી ચીની કંપનીઓને ભારી નુકશાન વેઠવું પડશે.
ચીની કંપનીઓ છેલ્લા ઘણા વર્ષોથી બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં દબદબો બનાવીને બેઠી છે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 12,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં કુલ મોબાઈલ વેચાણના ત્રીજા ભાગનું છે અને આ આંકડો જૂન 2022 ક્વાર્ટરનો છે અને તેમાં ચીની સ્માર્ટફોન બ્રાન્ડના કુલ 80 ટકા જેટલા ફોન વહેંચાયા છે.
ભારત અને ચીની કંપનીઓ વચ્ચે હજુ પણ રસાકસી ચાલી રહી છે અને ઘણી ચીની કંપનીઓ ભારત સરકારની રડારમાં છે અને છેલ્લા થોડા મહિનાથી Xiaomi, Vivo અને Oppo પર ટેક્સ ચોરીની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. હાલ ક ઇડી એ મની લૉન્ડ્રીના કેસમાં વિવોના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દીધું હતું. એ પછી કંપનીએ રીક્વેસ્ટ કરી પછી એકાઉન્ટ અન્ફ્રીઝ કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે ચીની કંપનીઓનાં બજેટ મોબાઈલને ben કરવાનું ઓફીશીયલ સ્ટેટમેન્ટ હજુ બહાર પડ્યું નથી પણ ઘણા રિપોર્ટ અનુસાર આ જલ્દી જ થઈ શકે છે. ભારત સરકાર પહેલા પણ ચીની એપ્સ સામે એક મોટું એક્શન લઈ ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.