મોદી સરકાર ખેડૂતોને આપી રહી છે પૂરા 15 લાખ રૂપિયા, ફટાફટ આવી રીતે કરો અરજી

PM Kisan FPO Yojana: જો તમને પણ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે, તો હવે તમારા માટે વધુ એક સારા સમાચાર છે. ખરેખર તો કેન્દ્ર સરકાર (Central Government) ખેડૂતો પર મહેરબાન થઈ ગઈ છે. સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમની લોન ચૂકવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે. ચાલો જાણીએ કે તમે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો.

ખેડૂતોને મળશે 15 લાખ

ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે ‘પીએમ કિસાન એફપીઓ સ્કીમ’ (PM Kisan FPO Yojana) શરૂ કરી છે. આ યોજના હેઠળ ફાર્મર્સ પ્રોડ્યૂસર ઓર્ગેનાઈજેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. સરકાર દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક મદદ કરશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે. તેનાથી ખેડૂતો માટે કૃષિ સાધનો અથવા ફર્ટિલાાઈજર્સ, બિયારણ અથવા દવાઓ ખરીદવાનું પણ વધુ સરળ બનશે.

આવી રીતે કરો અરજી

  • સૌથી પહેલા રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઈટ પર જાવ
  • હવે તમારી સામે હોમ પેજ ઓપન થઈ જશે
  • હવે હોમ પેજ પર એફપીઓના વિકલ્પ પર ક્લિક કરો
  • હવે તમે ‘રજીસ્ટ્રેશન’ના વિકલ્પ પર ક્લિક કરો
  • હવે તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે
  • હવે તમે ફોર્મમાં માગેલી જાણકારીને ભરો
  • તેના પછી તમારે પાસબુક અથવા પછી કેન્સલ ચેક અને આઈડી પ્રૂફને સ્કેન કરી અપલોડ કરવો પડશે
  • હવે તમારે સબ્મિટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે

આવી રીતે કરો લોગ ઈન

  • હવે તમારે લોગિન કરવું છે તો સૌથી પહેલા રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઈઠ પર જવાનું રહેશે.
  • હવે તમારી સામે હોમ પેજ ઓપન થશે
  • તેના પછી તમે એફપીઓના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારે લોગિનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • તેના પછી તમારી સામે લોગ ઈન ફોર્મ ખુલશે
  • હવે તેમા યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવાનું રહેશે
  • તેની સાથે જ તમે લોગ ઈન કરી લેશો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.