મોદી સરકારે મેડિકલ કૉલેજને લઈને લીધો મોટો નિર્ણય.

આવતા સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને MBBSની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 50 નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે, જેમાં 30 સરકારી અને 20 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. વર્તમાનની કોલેજોમાં લગભગ 2 હજાર બેઠકો ઉમેરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે હવે દેશમાં MBBS બેઠકોની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે. વિવિધ રાજ્યોમાં નવી આગામી સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને MBBSની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 50 નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે, જેમાં 30 સરકારી અને 20 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. આ સાથે હાલની કોલેજોમાં લગભગ 2 હજાર બેઠકો ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હવે દેશમાં MBBS બેઠકોની સંખ્યા 1 લાખને પાર કરી ગઈ છે. વિવિધ રાજ્યોમાં નવી મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. એક અહેવાલ પ્રમાણે તેલંગાણામાં 13 નવી મેડિકલ કોલેજો આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પાંચ-પાંચ નવી મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર માટે ચાર નવી મેડિકલ કોલેજો અને આસામ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક અને તમિલનાડુ માટે ત્રણ-ત્રણ નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને જમ્મુ અને કાશ્મીર માટે બે-બે કોલેજો અને યુપી, મધ્યપ્રદેશ અને નાગાલેન્ડ માટે એક કોલેજને મંજૂરી આપવામાં આવી છે.ય મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. એક અહેવાલ મુજબ તેલંગાણામાં 13 નવી મેડિકલ કોલેજો આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પાંચ-પાંચ નવી મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર માટે ચાર નવી મેડિકલ કોલેજો અને આસામ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક અને તમિલનાડુ માટે ત્રણ નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને જમ્મુ અને કાશ્મીર માટે બે-બે કોલેજો અને યુપી, મધ્યપ્રદેશ અને નાગાલેન્ડ માટે એક કોલેજને મંજૂરી આપવામાં આવી છે.

જણાવી દઈએ કે આ કોલેજો ખુલતાની સાથે જ દેશમાં UG મેડિકલ કોર્સમાં એડમિશન માટેની સીટોની સંખ્યામાં પણ વધારો થશે. ભારતમાં મેડિકલ સીટો 1 લાખ 7 હજાર 658 હશે. 8195 બેઠકોનો વધારો કરવામાં આવશે. વર્તમાનમાં ભારતમાં કુલ 702 મેડિકલ કોલેજો છે. જણાવી દઈએ કે NMCએ આ વર્ષે 40 કોલેજોની માન્યતાને રદ કરી છે. પરંતુ નેશનલ મેડિકલ કમિશનનું યુજી બોર્ડ પાંચ વર્ષથી મેડિકલ કોલેજને માન્યતા આપી રહ્યું છે.

ભારતના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કોલેજો દેશમાં MBBS ની 6,200 જેટલી બેઠકો ઉમેરશે. જ્યારે કેટલીક કોલેજોને બેઠકો વધારવાની મંજૂરી પણ મળી ગઈ છે. દેશમાં MBBS બેઠકોમાં વાસ્તવિક વધારો 8,195 હશે. આ સાથે ભારતમાં મેડિકલ કોલેજોની કુલ સંખ્યા 702 થઈ ગઈ છે અને MBBS સીટોની સંખ્યા 1,07,658 થઈ ગઈ છે. દેશમાં ડોકટરોની વધતી માંગને પહોંચી વળવા માટે સરકાર MBBS સીટો વધારવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. ઉપરાંત આનાથી એ નકકી કરવામાં પણ મદદ મળશે કે મેડિકલ એજ્યુકેશન માટે ઈચ્છુક બાળકોને વિદેશ જવું ન પડે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.