મોદી સરકારનો બિંદાસ જવાબ..પીએમ કેયસઁ ફંડ RTI અંતર્ગત આવતું નથી…

કોરોના જેવી મહામારી અથવા ઇમરજન્સીની પરિસ્થિતિમાં લોકોની મદદ માટે બનાવવામાં આવેલા પીએમ કેયસઁ ફંડ ભારત સરકાર નો ભાગ પણ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલું છે.હકીકતમાં આ ફંડને લઈને દિલ્હી હાઈકોર્ટેમાં વકીલ સમ્યક ગંગવાલે એક આરટીઆઈ દાખલ કરી હતી. જેમાં માગ કરવામાં આવી હતી કે,પીએમ કેયસઁ ફંડને રાજયોને આપવામાં આવે અને પારદશિઁત બનાવવા રાખવા માટે આરટીઆઈ અંતર્ગત લાવવામાં આવે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=72s

આ અરજી પર કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી કાર્યાલય દિલ્હી હાઇકોર્ટમાં જાણકારી આપી છે કે પીએમ કેયસઁ ફંડને ન તો માહિતી અધિકારના દાયરામાં પબ્લિક ઓથોરિટી તરીકે લાવી શકાય છે, અને ન તો તેને રાજયો તરીકે સૂચી બદ્ધ કરી શકાય છે.આ ફંડનું ઓડિટ એક ઓડિટર દ્નારા કરવામાં આવે છે. કોષમાં પારદશિઁતા બનાવી રાખવા માટે આ ટ્રસ્ટને મળેલાં ધન અને તેનું આખું વિવરણ સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે.

તેમણે અરજીના જવાબમાં જણાવ્યું છે કે, ટ્રસ્ટને જે પણ દાન મળે છે તે ઓનલાઈન, ચેક અથવા તો ડિમાંડ ડ્રાફટ દ્નારા મળે છે. ટ્રસ્ટ આ ફંડમાંથી જે ખર્ચ કરે છે, તે વેબસાઈટ પર અપોલડ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.